________________
વચનથી રત્નસારે આપને બચાવ્યાં. અમોઘ વાણીનું ઉલ્લંઘન કરતાં રત્નસાર મિત્ર પત્થર થયા. તો તે જ દેવ તેનો પ્રતિકાર જરૂર બતાવશે. રાજાને પદ્માવતીની વાત ગળે ઉતરી.
ચિત્રસેન - હે પ્રિયે! માર્ગ સારો બતાવ્યો. વડલા હેઠે જઈ વિનંતી કરું તો દયા લાવીને જરૂર ઉપાય બતાવશે.
પદ્માવતી - સ્વામિ ! તો હવે સત્વરે પ્રયાણ કરો. તમારી ભાવના જરૂર સાકાર થશે.
શુભદિન શુભ ચોધડિયે સશસ્ત્ર ચિત્રસેન એકાકી નીકળી પડ્યો. પદ્માવતી એક જ જાણે, બાકી કોઈને પણ ખબર નથી કે રાજા કયાં ચાલ્યા ગયા? કેટલાક દિવસે ચાલતાં ચાલતાં તે વડ પાસે આવી પહોંચ્યો. દિવસ પૂરો થયો. રાત પડી. એકાકી રાજા વડલા હેઠ હજારો વિચારોને વેગળા કરીને કયારે દેવ દેવી આવે તે ધ્યાનમાં રહો. જાગતો બેઠો છે. ઘણા થાકને લઈને આરામ કરવા સૂતો. પણ મિત્રની ચિંતામાં વ્યગ્ર નિદ્રા દૂર થઈ ગઈ
હતી.
મધ્યરાત જામી હતી. વડલા ઉપર વાતો ચાલી રાજા સાવધ થયો. શું વાત કરે છે ? તે સાંભળવા ઉત્સુક બન્યો. દેવી પોતાના સ્વામીને પૂછે છે - હે સ્વામી ! આ વૃક્ષ નીચે એકલો દુઃખી જણાતો મનુષ્ય કોણ આવ્યો છે?
દેવ - હે પ્રિયે ! પોતાના કલ્યાણ મિત્રના વિયોગથી દુઃખી છે. દેવી - તે અહીં શા માટે આવ્યો છે?
દેવ - વિયોગના દુઃખને દૂર કરવાનો ઉપાય જાણવા આવ્યો છે. આ દંપત્તીની વાતો સાંભળતાં જ પોતાની વાત દેવીએ પૂછી નાંખતા, ચિત્રસેન હવે પુરેપુરો સાવધાન થઈ ગયો.
દેવી - મિત્રનો વિયોગ, તેનાથી દુઃખી, વળી તે દુઃખ દુર કરવા, મને કંઈ સમજાયું નહિ.
દેવ - જો સાંભળ! કેટલાક દિવસ પહેલા પત્નીને લઈને મિત્રની સાથે તે અહીં આવ્યો હતો. આ વડલા નીચે રાત રહ્યો હતો. મેં તને ત્યારે કહ્યું હતું કે, આ રાજકુમારની ઉપર ચાર આવળીરૂપ મોટી ચાર આફતો આવશે. બુદ્ધિશાળી મિત્રે આ રાજકુમારની ચારેય આવળી દૂર કરીને બચાવી લીધો. ત્યારે મેં કહ્યું હતું કે, આ ચાર આવળીની વાત કોઈને પણ કરવી નહીં. જો કરશે તો પત્થર થઈ જશે. મેં ના કહી છતાં મારી અવગણના કરી. રાજાને આ વાત કહી. દેવની વાણી મિથ્યા ન હોય. મારી વાતને અવગણના કરતો તેનો મિત્ર પત્થર થયો. તેથી મિત્રના વિયોગે રાણી પદ્માવતીના કહેવાથી તે અહીં આવી સૂતો છે.
દેવી - હે દેવ! દુખીજન ઉપર કરણા કરી, ઉપાય બતાવો. દેવ મૌન હતો. દેવીનો આગ્રહ વધતો ગયો. આખરે દેવીના આગ્રહથી દેવ બોલ્યા - સાંભળ! તારા આગ્રહથી ઉપાય કહું છું. જે કોઈ શીયળવતી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૫૮