________________
કહે છે. પદ્માવતી - પ્રાણનાથ ! હવે બાળક પરે રુદન કરવાથી શું વળશે ? વ્હાલા મિત્ર મંત્રીશ્વરના વચનો ગણકાર્યા નહીં રાજન્ ! બાજી રમતાં અવળા પાસા નાંખ્યા. શું થાય ? સ્વામિ ! વિચારો, શાંત થાઓ. મનમાં વિમાસો.
પદ્માવતીના વિચારો સાંભળતા રાજા કંઈક સ્વસ્થ થયો રાજા તો પદ્માવતી સામે એકીટસે જોઈ રહ્યો છે. પદ્માવતી પણ કાળનો ક્ષેપ કરતાં વળી આગળ કહે છે - હે મહારાજ ! રડતાં રાજ નહીં રહે. રડતાં મિત્ર પણ પાછો નહી મળે. મિત્રને સજજ કરવા હવે કંઈક ઉપાય વિચારો. જે ઉપાયો વડે મિત્ર પત્થર મટી માનવ બને. નગરની મધ્યમાં મોટી દાનશાળા ખોલો. દેશ પરદેશના વટેમાર્ગુ દાન અર્થે દાનશાળાએ આવશે. વળી આ નિમિતે માંત્રિકો તાંત્રિકો તથા યાંત્રિકો પણ આવશે. વાદિઓ વૈતાલો, મુનિઓ, યોગરાજો, જટાધારીબાવાઓ પણ દાનશાળાએ આવશે. દાનને કારણે દેવલોકના દેવો પણ આવે. આહાર અર્થે ભોજનને બહાને કંઈક લોકો આવશે. મિત્રને સજજ કરવાના ઉપાય પૂછતાં કંઈક ઈલાજ કામ આવી જશે, અને મિત્ર પાછો મળી જશે. તે દાનાર્થિઓ આવીને જરૂર ઉપચારો પણ કરશે.
રાણીની વાત સાચી લાગી. રાજાએ તરત જ નગરમાં મોટી દાનશાળા ખોલીને દાન આપવાનું શરૂ કરી દીધું. આ દાનશાળાએ રોજ હજારો લોકો દાન લેવા માટે આવવા લાગ્યા. ખાખીબાવાઓ, યોગીરાજો, મંત્ર, તંત્રને જાણનારો, બધાં જ આવવા લાગ્યાં. રાજા ત્યાં બેસીને પોતે દાન આપે, જમાડે, પછી પોતાના મિત્રની વાત કરે. જે કોઈ ઉપાય બતાવે, તે ઉપાય રાજા તરત જ કરે. છતાં પણ મિત્રના શરીરે લેશ માત્ર ફેરફાર ન થયો. ઉપાયો કરવા છતાં કંઈ જ ગુણ ન થયો તેથી, ચિત્રસેન દિન પર દિન જતાં વધારે શોકાતુર થયો.
હવે રાજા રાજદરબારે પણ જતો નથી. તો બેસવાની વાત શી કરવી ? રાજા ઉદાસીન થતાં રાજપરિવાર, નગરજનો સૌ ઉદાસીન થવા લાગ્યાં. હવે રાજાને ગીત નાટક નૃત્યમાં રસ નથી. રાજમહેલમાં ગીત ગાવાનું નાટકો આદિ બધું જ બંધ થઈ ગયું. રાજમહેલમાં આનંદને બદલે નિરાશા છવાઈ ગઈ. રાજા શોક મગ્ન બની, દિવસો વીતાવવા લાગ્યો.
ચિંતાની આગમાં હોમાતા રાજા-રાણીના દિવસને રાત હવે જતાં નથી. શોકમાં ડુબેલા રાજાને હવે સ્વસ્થ શી રીતે કરવો ? આ ચિંતામાં નિદ્રા પણ ચાલી ગઈ. પદ્માવતી પણ વિચારોના વમળોમાં ગોથા ખાતી. કંઈક વાત યાદ આવતાં કહેવા લાગી - હે રાજન્ ! હજુ કોઈ ઉપાય મંત્રીશ્વર માટે હાથ લાગ્યો નથી. પણ મને એક રસ્તો દેખાય છે. જે રસ્તેથી કદાચ આપણું કાર્ય સિદ્ધ થાય.
રાજા - પ્રિયે તું જે કહે તે હું કરવા તૈયાર છું. રાજાના દીન વચનો સાંભળીને પદ્માવતી અંદરથી ઢીલી પડી ગઈ. છતાં કંઈક સ્વસ્થ થઈ બોલી - હે પ્રાણેશ ! હિંમત હાર્યે શું થાય ? દેવની માયાથી આ બધું થયું છે. તો તે દેવ જ આ બધું સમાવી દેશે. આપણે જે વડલા હેઠે રાત રહ્યા હતા, તે વડલા ઉપર વસતાં દેવરાજનાં
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૨૫૦