________________
સ્ત્રી પોતાના બાળકને ગોદમાં રાખી; પાસાણમય મંત્રીશ્વરના શરીર ઉપર હાથનો સ્પર્શ કરે તો, તે હાથના સ્પર્શથી પત્થ૨મય મંત્રીશ્વર અસલરૂપે આવી જશે. એટલે પત્થરમાંથી મનુષ્ય થઈ જશે.
રાજા દેવનું વચન સાંભળી ચિત્તમાં બરાબર બેસાડી દીધું. અને તે વાત સાંભળી ઘણો જ આનંદ પામ્યો. પ્રભાત થતાં હરખાતો હરખાતો રાજા પોતાના નગર તરફ પ્રયાણ કરી ગયો. જે કામ માટે આવ્યો હતો, તે કામ એકજ રાત્રિમાં પુરું થઈ ગયું. ચાલતો રાજા અનુક્રમે પોતાના વસંતપુર નગરે આવી પહોંચ્યો.
એકાકી રાજાને આવતો જોઈ નગરજનો સૌ આનંદ પામ્યાં. રાણી પદ્માવતી પણ ઘણી જ આનંદ પામી.
પત્થરમય મિત્રના ઉપાયની વાત પ્રગટ કરી. પટ્ટરાણી પદ્માવતી ગર્ભવતી હતી. ટુંક સમયમાં જ પ્રસવ થવાનો હતો. સમય પાકી ગયો હતો. સમય થતાં, પદ્માવતીએ પુણ્યશાળી પુત્રરત્નને જન્મ આપ્યો. પુત્રરત્ન વધાઈ પામતો રાજા આજે આનંદમાં હતો. પોતાના રાજાને આનંદમાં જોઈ નગરજનો પણ સૌ હરખાયાં. પુત્ર જન્મમહોત્સવ ઉજવાયો. દસ દિવસ લગાતાર ઉત્સવ કર્યો. બારમે દિવસે સ્વજનો તથા કુટુંબીજનો તથા નાત જમાડીને કુમારની નામ કરણ વિધિ કરી.
લાડકવાયા રાજકુમારનું નામ ‘ધર્મસેન’ રાખવામાં આવ્યું. દેવ વાણીને સંભારતો મિત્રના ઉપકારને યાદ કરતો, રાજા સજજન પરિવાર યુકત દાનશાળાએ આવ્યો. પુત્રને આજે બારમો દિવસ હતો. દાનશાળામાં મિત્રની પત્થરની મૂર્તિ પણ મંગાવી. ત્યારપછી રાણી પદ્માવતી સ્નાન કરી સૌભાગ્યવંતીના શ્રેષ્ઠ વસ્ત્રાલંકારોને ધારણ કરી મંત્રીમૂર્તિ પાસે આવી. રાજકુમાર ધર્મસેન' બાળકુંવરને સતીએ પોતાના ખોળામાં લીધો છે. નગરજનોથી દાનશાળા ભરપૂર ભરાઈ ગઈ છે. તિલમાત્ર જગ્યા નથી. હવે પદ્માવતીએ પંચ પરમેષ્ઠીનું સ્મરણ કર્યુ. બે હાથ જોડી પદ્માવતી બોલી - હે સૂર્ય આદિ દેવો, તથા વૈમાનિક દેવો, વ્યંતર દેવો, લોકપાલ દેવો, તમે સૌ સાંભળો. મન વચન કાયાના યોગપૂર્વક મારું શીયળ અખંડ રીતે મેં પાળ્યું હોય તો ‘તે મારા હાથનો સ્પર્શ થતાં જ મંત્રીશ્વર સજીવન થજો.' આમ કહી પત્થરની મૂર્તિને સર્વાંગે સ્પર્શતા મંત્રીશ્વર સજીવન થયા. જાણે નિદ્રા ત્યજીને ઊભા થતાં હોય તેમ ત્યાંથી ઊઠયા. મંત્રીશ્વર રાજા પાસે જવા લાગ્યો. રાજા દોડતો મંત્રીશ્વરને ભેટી પડ્યો. હર્ષના આસુંથી મિત્રને નવડાવી દીધો. દાનશાળામાં લોકોને આનંદનો પાર નથી. નગરજનો પણ બધાં હર્ષ પામ્યાં.
ત્રીજા ખંડમાં શ્રી શુભવીરે આ નવમી ઢાળ કહી જે સુણતાં ધર્મ દ્વારા દુઃખની વેળા ટળે અને મંગલ માર્ગ પ્રાપ્ત થાય.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૨૫૯