________________
૧. ચિત્રસેન કુમાર - પદ્માવતીના શયનખંડની રક્ષા કરતો મિત્ર રત્નસાગર.
પલંગ પરથી લટકી રહેલા નાગને જોતાં જ રત્નસાર હણે છે. ૨. રત્નસાર નાગના ટુકડાં ભેગા કરી રહયો છે. સહસા ચિત્રસેન જાગી જાય છે.
ચોથી આફત ટાળવામાં રત્નસાર ફસાયો. શો જવાબ આપે ? રાજાને શંકા પડી છે. નિવારણ શી રીતે કરવું? હાલ તો વાઘ નદીના ન્યાય જેવો ઘાટ થયો છે. એક બાજુ વાધ છે તો બીજી બાજુ બે કાંઠે વહેતી નદી છે. બંને તરફ મરણનો ભય છે. આ ન્યાયવત્ રત્નસારની દશા થઈ. રાજાની શંકાને દૂર કરવા સાચી વાત કરે તો દેવની આજ્ઞાનું ઉલ્લંઘન અને પોતે પત્થર બને અને શંકાને ન ટાળે તો રાજાને વધારે શંકા ઉત્પન થવાની. સાચી વાત કરીશ તો તો હું પત્થર. જુદી વાત કરીશ તો રાજા માને નહી.
મૂંઝાયેલો રત્નસાર જવાબ ન આપી શક્યો. રાજા વધારે રાતોપીળો થઈને મનમાં વિચારી રહ્યો. મધ્યરાત્રિએ રત્નસાર મારા શયનખંડમાં રજા વિના કેમ આવ્યો હશે? પૂછું તો જવાબ આપતો નથી. વળી બોલ્યો રે રત્નસાર ! બોલ ! કેમ આવ્યો હતો ! નિર્લજ્જ ! તું મારો મિત્ર ને તેં જ મને વિશ્વાસઘાત કર્યો. તારી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૫૩