________________
કોટી
-: દુહા ઃ
ભાવાર્થ :
પુણ્યશાળી ચિત્રસેન રાજકુમાર મિત્ર રત્નસારની મદદથી ત્રણ ઘાતમાંથી ઊગરી ગયો. એકદા રાજા વીરસેન રાણી વિમળા સાથે રાત્રિ સમયે મહેલની અગાસીમાં બેઠા હતા. રાજા પોતાના મનમાં મંથન કરતાં રાણીને કહેવા લાગ્યો.
રાજા - હે દેવી ! આપણે ન કરવાનું કામ કરી દીધું છે. તમને શું લાગે છે ?
વિમળા - સ્વામી ! આ ભયંકર દુષ્કૃત્ય મારી આંખ સામે તરવર્યા કરે છે. શું કરવું ? સમજ પડતી નથી.
રાજા - દેવી ! તમને નથી લાગતું કે જેને ‘રામ રાખે તેને કોણ ચાખે' મેં ઘણું ખોટુ કર્યુ છે. મારી દુર્બુદ્ધિએ મેં મારો વિનાશ નોતર્યો. આ પુત્ર કોનો ? મારા કુળને સારી રીતે દીપાવનાર પુત્રનો વિનાશ કરવા તૈયાર થયો. કુળના મુગટસમા પુત્રરત્નને મારી નાંખવા મેં કેટકેટલા ઉપાયો કર્યા, પણ પુણ્યશાળી કુમાર આયખાનો બળિયો બચી ગયો. કુળનો ઉચ્છેદ કરવા હું તૈયાર થયો. જુઓ ! હવે રાજાને પારાવાર પસ્તાવો થવા લાગ્યો.
વળી મનમાં ચિંતવવા લાગ્યો. એક સ્ત્રીના મોહપાશથી બંધાયેલા મેં ન કરવાનું કર્યું. મને ધિક્કાર હા. મારા પુરુષપણાને પણ ધિક્કાર હો. રાજ્યના વૈભવોને પણ ધિક્કાર હો. જે સ્ત્રીના વશથી મેં મારા પુત્રરત્નને મનમાં જ મારી નાંખવાનો સંકલ્પ કર્યો. આ સ્ત્રીથી સર્યું. આ રાજ્યથી સર્યું. આ રાજવૈભવના સુખોથી પણ સર્યું. આ મહાભયંકર અને ઘોરપાપોના પ્રતાપે ભવસમુદ્રમાં ડૂબવાનો. ના ! ના ! મારે ડૂબવું નથી.
રાજા પલંગમાં સૂતો. પણ નિદ્રાવેરણ બની ગઈ. મન વૈરાગ્યે ઢળ્યું. સંસારસાગરથી તરવા માટે પરમાત્માનો માર્ગ જ મારે માટે ઉત્તમ રાહ છે. તે સિવાય મારો ઉદ્ધાર નથી. વૈરાગી રાજાની વાત પૂરી થતાં પ્રભાત કાળે રાજાએ પલંગની છેલ્લી સલામ દઈ દીધી.
પ્રાતઃ કાળનું કાર્ય આટોપી તૈયાર થયો. ત્યાં તો વનપાળે આવી વધામણી આપી. હે મહારાજા ! નગર બહાર વનઉદ્યાનમાં જગત દયાળુ પરમાત્મા મહાવીર પધાર્યા છે. દેવોએ સમોસરણ રચ્યું છે. તેમાં જગતકૃપાળુ બિરાજમાન છે. ભવ્યજીવોને ઉપદેશ આપી રહ્યા છે.
‘જોઈતું હતું ને વૈધે કર્યું.’ વૈરાગી આત્માને પરમાત્માની જરૂર હતી. વીરસેન રાજા વીર પધાર્યાની વધામણી સાંભળતાં આનંદ વિભોર બની ગયો. વનપાળને વધામણીમાં ઘણું દ્રવ્ય આપી રાજી કરી રવાના કર્યો.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
२४६