________________
યક્ષરાજ - દેવી ! વાત ઘણી વિષમ છે. કહેવામાં મને તો વાંધો નથી. આપણો આ સાધર્મિક છે. તેથી તેના ઉપકારને માટે લાભની વાત કહું તે સાંભળ!
દેવી - હે યક્ષરાજ! તમારી વાત સાચી છે. આપણા સાધર્મિકને લાભ થતો હોય તો વાત અવશ્ય કરવી જોઈએ, અને મને પણ તે વાત જાણવાની તમન્ના છે કહો? વિષમ એવી શી વાત છે?
યક્ષરાજ - સાંભળ! રત્નસાર હવેતો પુરેપુરો સાવધ થઈ ગયો છે.
હે દેવી! જયારે આ કુમાર પરદેશ ચાલ્યા ગયા. ત્યારે તેમની માતા રત્નમાલા પુત્રના વિરહમાં પરલોકવાસી થયા. વીરસેન પિતા પણ થોડા દિવસમાં પુત્ર-પત્નીના વિરહમાં તરફડ્યા. જેથી રાજ્યના બધા કામો સદાવા લાગ્યા. રાજ્ય પરિવાર તથા મંત્રીવર્ગ મુંઝાયો. છેવટે મહામંત્રીએ રાજાને સમજાવીને વિમળા નામની રાજકન્યા સાથે લગ્ન કરાવ્યાં. જ્યારથી વિમળા પરણી રાજમહેલમાં આવી ત્યારથી, વીરસેન સ્વસ્થ થતાં પોતાના દિવસો આનંદમાં વીતાવવા લાગ્યાં. દિવસ પર દિવસ જતાં રાજા, રાણીની ઉપર અતિશય રંગમાં રંગાઈ ગયો. મોહધેલો વીરસેન વિમળાના પ્રેમપાશથી બંધાઈ ગયો.
સંસાર ચાલ્યો જાય છે. વિમળારાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો. તેનું નામ ગુણસેન રાખવામાં આવ્યું. પુત્ર થતાં રાણી વિમળા હવે, રાજરમત રમવા લાગી. મોહધેલા પતિરાજ પોતાના હાથમાં હતા. હવે રાણીને પરદેશ ગયેલો ચિત્રસેન કાંટાની જેમ ખૂંચવા લાગ્યો. રાજ્ય ગાદી ચિત્રસેનને મળે. મારા પુત્રને શું?
તક જોઈને રાણીએ રાજા પાસે વાત મૂકી. વિમળા - સ્વામીનાથ? વિરસેન - દેવી ! વિમળા - નાથ ! મને એક વાતની ચિંતા છે. વિરસેન - તને ચિંતા ! શાની ચિંતા? હું બેઠો વળી તારે શી ચિંતા? બોલ શી ચિંતા છે? વિમળા - મારા દીકરાને રાજ્ય તો ન જ આપોને? વિરસેન - કેમ? શા માટે ન આપું?
વિમળા - સ્વામી ! મારા દીકરાને ગાદી ઉપર બેસાડો તો તમારો સ્નેહ મારી ઉપર સાચો છે માનીશ... બાકી..
વિરસેન - બાકી.. ખોટો છે એમ? વિમળા - ના ના સ્વામી? એવું તો નથી પણ જયાં સુધી ચિત્રસેન જીવતો હશે ત્યાં સુધી તો...
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૪૧