________________
સભામાંથી અત્યાર સુધી કોઈ પણછ ચઢાવવા ઉઠયું નહોતું. કોણ પહેલ કરે ! એ જ વાટ જોવાતી હતી. શરૂઆત કોણ કરે? એક બીજાની સામે રાજકુમારો જોતા હતા. પણ હજુ કોઈ ઉઠતું ન હતું.
ઘડીભર રાજા તો ચિંતિત થઈ ગયો. એકની એક લાડકવાયી કુંવરીને પુરુષષીપણું છોડાવ્યું તે થકી સ્વયંવર રચ્યો. અને જો આમાં કોઈ જ રાજકુમાર આ શરત પુરી નહીં કરે તો. વિચાર આવતાં જ રાજાના મુખ ઉપર નિરાશાના વાદળો છવાઈ ગયાં.
એટલામાં લાટદેશથી આવેલા અગંધ નામનો રાજા પોતાના ભાગ્યને અજમાવવા સભામધ્યે ધનુષ પાસે આવી ઊભો રહ્યો. જયાં ધનુષને જુએ છે, ત્યાં જ તે આંધળો બની ગયો. પુણ્યની કચાશે અધિષ્ઠિત દેવે પરચો બતાવ્યો. બિચારો આવ્યો તેવો જ પોતાના સ્થાને ચાલ્યો ગયો. સભામાં કંઈક રાજકુમારો આ રાજાની હાંસી ઉડાવવા લાગ્યાં. લજજા થકી પોતાનું મુખ નીચું રાખી બેસી ગયો.
ત્યારપછી કર્ણાટકના રાજા પદ્માવતીને મેળવવાનો કોડ સેવતો પોતાની મૂછને હાથ થકી વળ દેતો ઊભો થયો. સૌ તેની સામે જોવા લાગ્યા. ધનુષ પાસે આવ્યો. હજુ જયાં નીચે નમે છે ત્યાં (નાગફણી) તો સર્પની ફણાની જેમ ઊંધો ઢળી પડ્યો.
ઊંધો પડતો જોઈને સહુ તેને હસવા લાગ્યા. તરત ત્યાંથી ઊભો થઈ માંડ માંડ પોતાની જગ્યા સુધી પહોંચ્યો. ત્યાર પછી પણ માલવદેશ-દ્રવિડ-કોંકણ-ગુજજર-મેવાડ આદિ દેશના રાજાઓ અને રાજકુમારો ધનુષ પાસે જઈ જઈ પાછા આવ્યા.
દેવી ધનુષ પાસે જે જે જતાં તેઓને કંઈ ને કંઈ ચમત્કાર દેખાતો હતો. છેલ્લે છેલ્લે દેવે તો ધનુષની આસપાસ અગ્નિના તણખા અને તેની જાળ પણ દેખાડવા લાગ્યાં. હવે તો ધનુષની પાસે કોઈપણ જવા તૈયાર ન હતું. સહુની પદ્માવતીને મેળવવાની આશા ધુળ થઈ ગઈ. સહુ પોતાનું મોં નીચું ઘાલીને બેઠા હતાં. તે અવસરે તો જાણે કોઈ મુનિરાજ ધ્યાનમાં ન બેઠા હોય તેમ સહુ સ્તબ્ધ થઈ મૌન ધારણ કરી બેઠા હતાં. જયારે કોઈપણ રાજા પણછ ચઢાવવા સમર્થ ન થયો. તેથી રાજા પધરથ ઘણો ચિંતાતુર થઈ ગયો. મનમાં વિચારે છે કે શું આ સભામાં રાજકન્યાનો ભાવિભર્તા કોઈ નહીં હોય?
સભામાં સન્નાટો છવાયો. રત્નસાર-ચિત્રસેન પરદેશી બંને મિત્રો એકબીજાની સામે જોતાં હતા. ત્યાં મંત્રીપુત્ર રત્નસારે મિત્રને ઉઠવા માટે સંકેત કર્યો. પદ્માવતીને મેળવવાની ઘણી જ તાલાવેલી છે. પણ ધનુષના ચમત્કારો જોતાં ઘડીક તો ચિત્રસેન ડધાઈ ગયો. છતાં હિંમત કરીને ઊભો થયો.
ચિત્રસેન - મિત્ર? આ ધનુષ તો મહાપ્રચંડી દેખાય છે. તારા કહેવાથી ઊભો થયો છું. તું મને સહાય કરજે. મારી લાજ રાખજે.
રત્નસાર - કુમાર ! હૈયે ધીરજ રાખી ઊભો થા. ડરવાની જરૂર નથી. સાહસ અને શૈર્ય હશે તો
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૩૧