________________
રત્નસાર - બોલો, રાજકુમાર !
ચિત્રસેન - મિત્ર ! હવે તો દેશ, માત-પિતા યાદ આવ્યાં છે. તો હવે આપણે આપણા નગરે જઈશું.
રત્નસાર - કુમાર ! તમે કહો ત્યારે આપણે તૈયાર. તારી સેવામાં હાજર છું. રજા મેળવી લ્યો.
કુમાર - મિત્ર ! યાદ છે ને ભૂતકાળ. સદ્ગુરુના ઉપદેશથી આપણા દુઃખ દૂર ચાલ્યાં ગયાં. સુખના દિવસો આવ્યા. ઉપકારી ગુરુ ભગવંતો શી રીતે ભૂલાય ! વળી માતાની આશિષ મને ફળીભૂત થઈ છે. જે આ મોટી રિદ્ધિ સિદ્ધિ અને રમણી પામ્યો. મિત્ર ! કહ્યું છે કે -
જળમાં રહેલું મત્સ્યબાળ માછલીના સ્મરણમાંજ સુખમાં જીવે છે. નાગણ નાગબાળને આલિંગન કરે તો તે નાગબાળ અદ્ભુત નાગ બને છે. કાચબી પોતાની માતાની નજરથી, તેના અવલોકન કરે તો તે વિકસે છે. તેમ હું પણ મારી માતાના આશીર્વાદથી આ સઘળી રિદ્ધિ સિદ્ધિ પામ્યો છું.
વળી કહેવાય છે કે પિતાના સ્નેહ કરતાં માતાનો સ્નેહ સંતાન ઉપર લાખ ગણો વધારે હોય છે. કદીક તે સંતાનની ગાળો સાંભળે તો પણ ખેદ પામતી નથી છતાં પોતાના સંતાનોની ગાળો ઘીના વરસાદ સમ ગણે છે. તો હવે તે મારા માતા-પિતાની સેવા કરી મારા સંસારને શણગારું.
વળી મિત્ર રત્નસાર ! સસરાના ઘરે રહેવું વધારે, તે ઉચિત નથી. જે વધુ રહે તેનો અવતાર નિર્લજજ જેવો ગણાય. સ્ત્રીને ગાંડો, ઘેલો કે નિર્બળ પતિ મળતાં, પતિ છોડીને પિયેર રહે તો તે સ્ત્રીનું ભલુ કંઈજ થતું નથી.
જગતમાં કહેવાય છે કે ઉત્તમ પુરુષો પોતાના ગુણોથી ઓળખાય, મધ્યમ પુરુષો પિતાના નામથી, જધન્ય પુરુષો મામાના નામથી ઓળખાય. જયારે આપણે તો અધમાધમ પુરુષો સસરાના નામથી ઓળખાયા. અત્યારે હું રહ્યો થકો અધમાધમ ગણાઉં.
કુમારની સઘળી વાત સાંભળી રત્નસારે પદ્મરથ રાજાને વાત કરી - હે રાજન્ ! અમારે અહીં આવ્યા ઘણા દિવસો થઈ ગયા છે. અમારા માતાપિતાને મળવાની ઉત્કંઠા જાગી છે. અમારી આ ઈચ્છા પૂરી કરવા અમને રજા આપો. અમને વિદાય આપો.
રાજા વાત સાંભળી, મનમાં ચિંતવવા લાગ્યો. અને કહ્યું કે ‘ભલે ! વિચારીને કહીશું.’ ત્યાર પછી રાજા ત્યાંથી રાણી આવાસે ગયો. રાણીને વાત કરી. પુત્રીની ઉપર ગાઢ સ્નેહ હોવાથી તે વાત સાંભળતાં જ રાણીની આંખો આંસુઓથી ઉભરાઈ આવી. રાજા આશ્વાસન આપે છે. એકની એક પુત્રી હોવા છતાં દીકરી નેટ પરાઈ' સમજી સમજાવી રાજા હવે પુત્રીને વિદાય આપવાની તૈયારી કરવા લાગ્યો.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૨૩૫