________________
પળવારમાં ધનુષને નમાવી દઈશ. હું તારી સાથમાં છું.
- મિત્રના કહેવાથી ચિત્રસેન ધનુષ પાસે આવવા ઊભો થઈને ચાલ્યો. રત્નસાર પણ મિત્રની સહાયમાં ખુલ્લી તલવાર લઈને ચાલ્યો. બંને મિત્રો સભામધ્યમાં ધનુષ પાસે આવી ઊભા રહ્યાં. મંડપમાં બેઠેલા રાજાઓ બંને મિત્રોને જોઈ રહયા છે.
રાજપરિવાર રાજા મંત્રી સહુ કોઈ એકીટસે બંને પરદેશીઓને જોઈ રહ્યા છે. સભામધ્યે પહોંચેલો ચિત્રસેન ધનુષને નમસ્કાર કર્યા. ધનુર્વિદ્યામાં કુશળ ચિત્રસેને તેજ સમયે ધનંજય યક્ષયજને યાદ કર્યા. અદ્રશ્યમાં ધનંજયે આવી ઊભો. કુમારને સહાય કરતો ધનંજય અને રખેવાળ કરતો રત્નસાર થકી પળવારમાં ધનુષને હાથમાં લઈને રમત રમતમાં પણછ ચડાવી દીધી. મોટો ટંકાર કર્યો. આ ટંકારના અવાજે નિર્બળ રાજાઓ મૂર્છા પામ્યા. કરમાયેલી ફુલની માળાની જેમ કેટલાયના મોં કરમાઈ ગયાં. કેટલાક તો રૂઠયાં ને અજાણ્યા પરદેશીના કુળ વંશ ન જાણતા; ક્રોધાયમાન થઈને શસ્ત્ર લઈને કુમારની સામે લડવા તૈયાર થયા.
જયારે આ બાજુ રાજપરિવારમાં ઘણો આનંદ થયો દાસીએ બતાવેલા બંને પરદેશીઓમાંથી રાજવંશી લાગતા એક પરદેશીએ પણછ ચડાવતાં જોઈ પદ્માવતીનાં હૈયામાં હર્ષ સમાતો નથી. રાજા પધરથ પણ ઘણો આનંદ પામ્યો.
તે અવસરે સભામધ્યે પદ્માવતીએ હાથમાં રહેલી વરમાળા પરદેશી ચિત્રસેન રાજકુમારના કંઠે પહેરાવી દીધી. કુમાર ચિત્રસેને વરમાળા જેવી કંઠમાં ધારણ કરી કે તરત જ જય જયનાદ કરતાં અવાજો સંભળાયા. આ નવ દંપત્તીને સઘળા સભાજનો એ હર્ષનાદથી વઘાવી લીધા. આકાશમાંથી દેવો પુખ વૃષ્ટિ કરી.
ઈર્ષાળુ રાજાઓ હાથમાં તલવાર આદિ લઈને પરદેશી કુમારની સામે ધાયા. પરદેશી કુમાર પણ સામે દોડ્યો. શસ્ત્ર સહિત કુમાર સામે ઈર્ષાળુઓ એ પણ શસ્ત્ર ઉગામ્યાં. સ્વયંવર મંડપ રણસંગ્રામ બની ગયો.
ઈર્ષાળુ રાજા બોલ્યો - રે પરદેશી રાંક! તું ક્ષત્રિય કુમાર નથી, તારા કંઠે વરમાળા ન શોભે? જલ્દી તું કાઢી નાંખ.
ચિત્રસેન - રાંકડાઓ! તમે બધા તો શિયાળવા છો. હું કેસરી સિંહનો બાળ છું. આવી જાઓ મારી સામે જો ક્ષત્રિય બચ્યો હો તો.
અંદરો અંદર રણસંગ્રામ થઈ ગયો. | વળી કુમાર બોલ્યો - તમે સહુ કન્યાની માંગણી કરી હોય તો સારી. પણ આ પદ્માવતી તો હવે સ્ત્રી બની ચુકી છે. તે તો પરાઈ સ્ત્રીની ઈચ્છા કરી છે. તેથી તમે લોકો પાપી છો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
२३२