________________
ચોર - સુંદરી ! તો મારી ઈચ્છા પૂરી કર.
ગુણાવળી વિચારમાં પડી. ચાલતા ચાલતા જંગલ લગભગ પૂરું થવા આવ્યું હતું. ચોરની વાત સાંભળી ગુણાવળી બોલી
ગુણાવળી - તમારી વાત સાચી. તમે મારી વાત સાંભળો, હું ગઈકાલની નીકળી છું રસ્તામાં કયાંય ભોજન મળ્યું નથી. તે કારણ થકી મને ભુખ ઘણીજ લાગી છે. જુઓ ! સામે ગામ દેખાય છે ત્યાં જઈને ભોજન લઈ આવો. ભોજન કર્યા પછી તમે કહેશો તેમ કરીશ. રૂપમાં લુબ્ધ બનેલો ચોર ગુણાવળીની ઉપર વિશ્વાસ મૂકી, ત્યાંથી સડસડાટ ગામમાં ભોજન લેવા ઉપડી ગયો. સતી એ એવો વિશ્વાસ પેદા કર્યો છે કે ચોરને બીજું કાંઈ પણ વિચારવા જેવું રહ્યું નહોતું.ગુણાવળીતો એક વડલાના ઝાડ નીચે બેઠી. સતી વિચારમાં છે. હવે શું કરવું? ચોર ગામમાં પહોંચી ગયો.
તેવામાં દૂર રહેલા વનઉદ્યાનના વનપાલકે ગુણાવળીને જોઈ. અપ્સરા જેવી સ્ત્રીને જોઈ દોડતો નગરના રાજા પાસે પહોંચી ગયો. રાજાને વધામણી આપતા કહેવા લાગ્યો - હે મહારાજા ! આપણા ઉદ્યાનની બહાર વડલા હેઠળ કોઈ રૂપાળી સ્ત્રી બેઠી છે. પાસે એક સાંઢણી છે. સાંઢણી પર કોથળા ભરેલો માલ પણ લાગે છે. આવી સ્ત્રી તો મેં કયાંય જોઈ નથી. તેથી દોડતો આપને આ વધામણી આપવા આવ્યો છું.
રાજા સ્ત્રી લંપટ હતો. યૌવનવતી સુંદરીની વાત સાંભળી આનંદ પામ્યો. વળતું વધામણીમાં પાલકને દ્રવ્ય આપી રવાના કર્યો. તરત જ પોતાના સેવકને મોકલી સાંઢણી અને દ્રવ્ય સહિત તે સ્ત્રીને આદર સહિત પોતાની પાસે તેડી લાવવા રવાના કર્યો. રાજસેવક નગર બહાર વડલા હેઠે બેઠેલી ગુણાવળી પાસે પહોંચી ગયા. રાજાનો સંદેશો કહી સંભળાવ્યો. ગુણાવળી વિચારવા લાગી. શું કરવું? ઘડીક તો મનમાં હસવું આવી ગયું. સંસારરસિક જીવોની દશા કેવી છે? પળનો પણ વિલંબ કર્યા વિના સેવકની સાથે સાંઢણી સહિત રાજમહેલ તરફ રવાના થઈ. કારણકે ચોરની આવવાની તૈયારી હતી. તેથી તેનાથી બચવા જલ્દી રવાના થઈ.
રાજમહેલમાં રાજા સામે આવી ઊભી રહી. રાજા તો રૂપવતીને એકીટસે જોઈ રહ્યો. શું રૂપ છે? કેવી યૌવનવતી છે? વિચારતા રાજાના મુખના ભાવો ગુણાવળી કળી ગઈ. અહીં પણ કામાંધ નજરો દેખાય છે. બચવા માટે ઉપાય વિચારી લીધો.
ગુણાવળી - હે રાજન! હું તો અહીં આવવા જ નીકળી છું. સેવકને ન મોકલ્યો હોત તો પણ હું આવવાની હતી.
રાજા - રૂપસુંદરી ! તું કોણ? વળી તું કયાંથી આવી? અને કયાં જવાની?
ગુણાવળી - મહારાજ ! હું એક માનવ સ્ત્રી છું. આટલું બોલતા સતી ઘણા જોરથી હસવા લાગી. હસતાં હસતાં વળી આગળ બોલી - રાજનું! હું મારા ઘેરથી દ્રવ્ય લઈને આવી છું. હું સ્વયંવરા બનીને આવી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
२२०