________________
નીકળી ત્યારે મેં વ્રત લીધું છે. મારા મનગમતા સ્વામીના દર્શન કરીને આપણા નગરની બહાર કામદેવમહાદેવની યાત્રા-દર્શન કરવાં. પછી તે મહાદેવની પૂજા કરવી. તેમની ચરણરજ થકી કપાળમાં તિલક કરવું. આ અભિગ્રહ તમે પૂરો કરાવો પછી તમારી સાથે સંસારલીલા ભોગવીશ.
રાજાને કયાંય અવિશ્વાસ કે
આ
રાજા વાત સાંભળી તાજુબ થઈ ગયો. સતીએ એવી રીતે વાત કરી શંકા ન થાય. રાજાને તાલાવેલી જાગી છે. જલ્દી વ્રત પૂર્ણ થાય, અને જલ્દી મને સ્ત્રી મળી જાય. રાજાએ કામદેવના મંદિરે જવા તાબડતોબ તૈયારી કરાવી. રથ તૈયાર થઈ ગયો. સાથે રક્ષણ માટે ચુનંદા સુભટો તૈયાર કર્યા. રાજાએ આવીને કહ્યું - હે રૂપસુંદરી ! કામદેવના મંદિરે જવાની તૈયારી થઈ ગઈ છે. જલ્દી ચાલો. ગુણાવળી - રાજન ! મારે વ્રત છે કે હું એકલી જ ૨થમાં જઈશ. આપને મારી સાથે આવવાનું નથી. પણ હું તમારી રાણી આમ સાદી સાદી મંદિરે જાઉં ? મને મૂલ્યવાન કોટિ ભૂષણો તો પહેરવા આપો. પૂજા કરીને પાછા ફરતાં કોટિમૂલ્ય ભૂષણો પાછા લઈ લેજો. કોટિમૂલ્ય હાર પહેરીને કામદેવની પૂજા કરીશ.
વળી ગુણાવળીએ કહ્યું - રાજન્ ! મારો અભિગ્રહ પૂર્ણ કરી પાછી આવું છું પણ.. પણ.. મારી સાંઢણી મારા વિના રહેશે નહીં. તો તેને પણ તેના માલ સહિત મારી સાથે મોકલો. રથની આગળ સાંઢણી તૈયાર કરીને ઉભી રાખી. ત્યારબાદ ગુણાવળી રથ સહિત કામદેવની પૂજા કરવા રસાલા સાથે ચાલી.
રાજાએ પોતાના પરિવારને આજ્ઞા કરી કે આ નવી સ્ત્રી જે આદેશ આપે તે આદેશનો અમલ કરજો. જે પ્રમાણે કહે તે પ્રમાણે કરજો. તેની આજ્ઞાનું ઉલ્લંધન કરશો નહીં.
રાજાએ ગુણાવળીને વિદાય કરીને કહ્યું કે જલ્દી પાછી આવજે. ગુણાવળીએ વળતો જવાબ આપતાં કહ્યું જલ્દી પાછી આવી જઈશ.
લોભિયા હોય ત્યાં ધૂતારા ભુખે ન મરે. સાંઢણી, માલ અને કોટિમૂલ્યવાન આભૂષણો લઈને ગુણાવળી ચાલી નીકળી.
સુભટો સાથે પોતાના સ્વામીના નગરે રાજપુરની પાદરે પહોંચી ગઈ. રાજપુર નગરની બહાર વનમાં જ સૈનિકોને ઊભા રહેવાનો આદેશ આપી દીધો. અને પોતે સાંઢણી સહિત સ્વામીના આવાસે પહોંચી ગઈ. વનમાં રહેલા સુભટોએ સ્ત્રીની ધણી રાહ જોઈ. પણ હવે આવે? વિલખા પામેલા સુભટો પોતાને નગરે પહોંચ્યા. રાજાને મળ્યા.
રાજા - સુભટો ! નવી રાણી કયાં ?
સુભટો - તમે તો તેને બધો સાસરવાસો આપ્યો હતો. તે તો તેના સાસરે ચાલી ગઈ. જે બધું બની ગયું સધળી વાત રાજાને કહી. તે સાંભળી રાજા આશ્ચર્યમાં પડી ગયો. રે ! એક સ્ત્રીએ કેવું કામ કર્યું ? મારું દિલ હરી ગઈ. કરોડ દ્રવ્યનું ભૂષણ પણ સાથે લઈ ગઈ. હું તો બધી રીતે લૂંટાયો. રાજય છોડી દઈ, યોગી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
२२२