________________
ભોજન તૈયાર થતાં ચારેય યોગીઓએ સાથે બેસીને ખાધું. ભૂખ દૂર કરી. પછી ઝોળીમાંથી ગાંજો કાઢી હોકો લઈ ગાંજો પીવા લાગ્યા. ભાંગ બનાવી હતી તે પણ એકબીજાને પીવડાવતા હતા. ચારેય મિત્રો બની જતાં એકબીજાને પૂછવા લાગ્યા કે તમે બાવા કેમ બની ગયા? ગંજેરીબાવાને કંઈ શીખવવું પડતું નથી. બાવા બની ગયા છતાં મનની દુષ્ટતા શઠતા જતી નથી. - નિરાંતે બેઠેલા ચારેય બાવાઓનો ડાયરો જામ્યો છે. પૂછે છે તમારે કેમ યોગી બનવું પડ્યું? યોગ શા માટે ધારણ કર્યો ? તમારા ગુરુ કોણ? જેણે યોગી બનાવ્યા. વાતોની રમઝટમાં જ સાર્થવાહ ધનયોગીને પૂછ્યું - હે યોગીરાજ ! તમે શા માટે યોગ લીધો?
ધનસાર્થ યોગી - હે યોગી મહાત્માઓ! સાંભળો! મને એક બાઈ મળી. જે મારા હીરા માણેક ઝવેરાત લઈને ચાલી ગઈ. મારી પાસે કંઈ જ ન રહ્યું. તેથી આ બાવાની ઝોળી પકડી બાવો બની ગયો. પોતાની કહાણી કહી સંભળાવી તે સુંદરીના વિયોગમાં બાવો બન્યો. મારા ધનનું નખ્ખોદ મેં જ વાળ્યું. ભસ્મ લગાવી ભભૂતિ કપાળે લગાવી, ભીખ માંગું છું. મેં નખ્ખોદ વાળ્યું તેથી લોકો મને નખ્ખોદપુરીથી ઓળખે છે.
- તે સ્ત્રીને મેળવવા માટે ઘણા ફાંફાં માર્યા. નારી ન મળી. તેના ત્રાસથી ભાગી નીકળ્યો. હવે ઘર ઘર જઈને ભીખ માંગતો બોલું છું હે મૈયા હે મૈયા ભિક્ષા ઘો મૈયા’ પણ પેલી સ્ત્રી તો કયાંયે જોવા મળતી નથી.
હવે ચોર યોગીને પૂછયું - હે યોગી ! તમે કેમ આ ભેખ લીધો? ચોર કહે - શું કરું? હું પણ કોઈ સ્ત્રીના મોહમાં ફસાયો. પોતાની આપવીતી કહીં. પછી બોલ્યો, આ સંસારમાં મોહે મને ખરાબ કર્યો. ગમે તેટલો શોર-બકોર કરું પણ હવે મારું કોણ સાંભળે? સાંઢણી ઉપર બેસીને સ્ત્રી મારું પણ ધન લઈ ભાગી ગઈ. વિશ્વાસ પમાડીને છેતરી ગઈ. તેના વિરહ અમે યોગી બનીને ભટકીએ છીએ.
હવે રાજા યોગી બોલ્યો - હે યોગી ! તમે તમારી વાત કહી. પણ હું તો નગરનો રાજા હતો. તે જ સ્ત્રી મારે ત્યાં આવી. કરોડ દ્રવ્યનું મૂલ્યવાન ઘરેણું લઈને ચાલી ગઈ. જે વાત પર મને હસવું આવે છે. વાત કરતાં શરમ આવે છે. જયારે મારા સુભટો સૈનિકોને ગામને પાદરે ઊભા રાખી દીધા. ને કહી ગઈ કે રાજાએ મને મારા સાસરે વળાવી દીધી છે. હું જાઉં . તે સ્ત્રીના મોહમાં અમે ફસાયા. અને યોગી બની ચાલી નીકળ્યા.
ત્રણેય યોગીઓએ પોતાની વાત કહી સંભળાવી. હવે ચોથા યોગીરાજને પૂછવામાં આવ્યું બોલો? યોગીરાજ ! યોગ કેમ લીધો? જયવંત યોગી શું જવાબ આપે ?
જયવંત ત્રણેય યોગીની વાત સાંભળી સમજી ગયો. કે મારી સ્ત્રીએજ આ ત્રણેયને યોગી બનાવ્યા. પોતાના શીલના રક્ષણ માટે જ મારી પત્નીએ આ બધા ઉપાયો કર્યા છે. ખરેખર ! ગુણાવળી મહાસતી છે.
જયવંત ત્રણેય યોગીરાજને કહેવા લાગ્યો - હે યોગીરાજો ! “અલખ નિરંજન સીતારામ” તમને સૌને
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
२२४