________________
- દુહા :
ભાવાર્થ
આ પ્રમાણે સ્ત્રીચરિત્રની કથાને કહી પદ્માવતી સખીઓને કહેવા લાગી. - હે સખીઓ! તમે સૌએ મારી વાત સાંભળી. આ કથાના અનુસારે કયાંયે છેતરાઈશ નહીં. તમે આ સ્ત્રીચરિત્રની કથા સાંભળી. તેણે ભલભલાને ભરમાવ્યા છે. ચિત્રપટ લઈ આવનાર ધૂતારો નથી. તમને ભ્રમ છે. ખરેખર ! આ પરદેશીથી હું જરાયે ઠગાઈ નથી. આ પરદેશીની હું પરીક્ષા કરીશ. પછી જ એની સાથે હું લગ્ન કરીશ. તમે તેમાં નિશ્ચિત રહેશો. પણ હમણાં તમે તેઓને શોધી લાવો.
- સખીઓ દાસીઓ સૌ સમજ્યા કે રાજકુંવરીને આ પટમાં રહેલાં ચિત્રના દર્શનથી પુરુષ પ્રત્યેનો દ્વેષ ચાલ્યો ગયો છે. ત્યારપછી એક દાસી પદ્મરથ રાજાને સમાચાર કહેવા દોડી ગઈ.
દાસી - હે મહારાજા ! આપને સારા સમાચાર આપવા આવી છું. રાજકુમારી હવે પુરુષ પ્રત્યે રાગવાળી થઈ છે.
પઘરથ રાજા - શું દાસી ! વાત આ સાચી છે. કુંવરીના મનમાંથી વેષપણું નીકળી ગયું? દાસી - હા મહારાજ ! પારથ રાજા - જલ્દી બોલ! દાસી ! એવું શું બની ગયું?
દાસી - હે મહારાજ ! કોઈ બે પરદેશી પટ્ટમાં ચિત્રને સુંદર આલેખ્યું હતું. તે ચિત્ર જોતાં જ કુંવરીબાના મનના ભાવ પલટાવા લાગ્યાં.
આ રીતે બનેલો બધો જ વૃત્તાંત રાજા આગળ કહ્યો. રાજા આ સમાચારથી ઘણો જ આનંદ પામ્યો. પેલા બે પરદેશી કયાં ચાલ્યા ગયા હશે? રાજા વિચારમાં પડ્યો. કયાં શોધવા? જરૂર આ ચિત્રમાં પૂર્વના સંકેત અનુસાર જ પદ્માવતી પરદેશી પર અનુરાગવાળી થઈ હશે. પ્રધાન આ સમાચાર સાંભળતા જ રાજા પાસે આવી ગયા. બંને વિચારે છે કે શું કરવું? છેવટે નિર્ણય કર્યો. સ્વયંવર મંડપમાં બધા જ રાજકુમારોને બોલાવવા. જેમાં બંને પરદેશી પૂર્વભવના કોઈપણ સંબંધે આવી મળશે.
તરત જ નગરમાં પણ આ વાત થવા લાગી. નગરજનો પણ હર્ષિત થયા. હવે આ બાજુ રાજાએ સ્વયંવરમંડપ મંડાવ્યો. દેશ પરદેશ આમંત્રણ પાઠવીને રાજા રાજકુમારોને બોલાવ્યા. રાજાએ આવનાર મહેમાનોના આદર સત્કાર બહુમાન કર્યા.
સ્વયંવરનો દિવસ આવતાં મંડપ સુંદર રચાઈ ગયો. ગામ નગરના રાજા આદિ સૌ આવી બેઠા. રત્નપુરી નગરની બહાર ઉદ્યાનમાં સ્વયંવર મંડપ સુંદર નંખાયો હતો. નગર ને ઉદ્યાનમાં જતાં આવતાં લોકોથી રસ્તા પણ સાંકડા થઈ ગયા. સ્વયંવરા પદ્માવતી પણ હવે તૈયાર થવા લાગી. મંડપની શોભા શી વર્ણવી? મંડપના થાંભલા સ્ફટિકમય હોવાથી ઝગારા મારતા હતા. થાંભલે થાંભલે નાટારંભ કરતી પૂતળીઓ મૂકવામાં
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
२२६