________________
આવી હતી. પંચવર્ણના તો ચિત્રામણ કરવામાં આવ્યા હતા. દેવના વિમાન સરખો મંડપ શોભતો હતો. મંડપને ફરતાં સિંહાસન લાઈનબંધ ગોઠવાયા હતા. સુંદર ચંદરવા પણ ત્યાં બાંધ્યા છે. ચારેકોર મધમધતા સુગંધી દ્રવ્યોના ચૂર્ણથી ધૂપ કરવામાં આવ્યો હતો. જે ધૂપની ધૂપઘટા આકાશ તરફ જઈ રહી છે. મંડપના દ્વારે દ્વારે સુગંધી ફુલોની માળા બનાવીને તોરણો બાંધ્યા છે.
સાક્ષાત્ સ્વર્ગનું વિમાન ઊતરી ન આવ્યું હોય એવો આ મંડપ હતો. તે જોઈને રાજકુમારો આનંદ પામ્યા. સુંદર મંડપની રચના જોઈ સૌ દિંગૂઢ થઈ ગયાં.
રવયંવરનો સમય થતાં સૌ ત્યાં આવી ગયા. સૌ યૌવનવતી મદભર રૂપકન્યા પદ્માવતીને મેળવવા માટે સુસજ્જ થઈને બેઠા.
-: ઢાળ સાતમી :(સોગઠડાં તે માંડ્યા સોલ રે. એ. રાગ ) મળી મંડપમાંહે કયેરી રે છુટાં નાંખ્યાં ફૂલ વેરી રે;
શોભા સ્વર્ગની . રે; ' કહે પછી તે વેળા રે, ભાઇ સર્વ મળ્યાં ઇહાં ભેળા રે, શોભા. ll મુજ ઘર એક “ચાપ ઉત્તર રે, નામ છે તેમ વનસાર રે, શોભા. તસ પણછ ચઢી ન વિલોકી રેતે ઉપર સ્વતી ચોકી રે. શો. ' //રા કરી પૂજા થાવું કયેરી રે, જે ચઢાવે નર એક ફેરી રે, શો. પદ્માવતી પુત્રી બાળા રે તમ કંઠે હવે વરમાળા રે, શો. //all સુણી બોલે ગર્વ ભરેલા રે, એ કામમાંહે શી વેળા રે, શો. ધરી પદ્માવતી શણગાર રે, સાથે સખીનો પરિવાર રે, શો. પાલખીએ બેસી ચલતી રે, જાણે ઇન્દ્રની પુત્રી જયંતી રે શો. હેમકબા કર ઝલકાર રે, ચલે ઘસી આગળ ચાર રે, શો. //પ/ હોય પંખાએ પવન કરેવે રે, તોય તાંબૂલ બીડાં ધેરે, શો. મંડપ છાયો અંધાર રે, તિાં વીજળીનો ઝમકાર રે, શો. કા વળી . સાથે સુભટ હજાર રે, મંડપ આવી તેણી વાર રે, શો. પણ મનમાં ચિંતા એક રે, પટ્ટધરની રહેજો ટેક રે શો. સગા
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
२२७