________________
નહી. રાત્રિને વિષે જરૂર આવું છું.” ગુણાવળીની વાત સાંભળી ઘણો ખુશી થયો. માલણ પણ ખુશ થઈ. ઘનસાર્થે આખો દિન જેમ તેમ પૂરો કર્યો. સંધ્યા સમયથી ગુણાવળીની રાહ જોતો બારણે આંટાફેરા ફર્યા કરે છે. પોતાના દેશ જવાની તૈયારી કરી લીધી.
જયારે ગુણાવળીએ પોતાના પતિને કહ્યું કે આજે સંદેશો મારા પિયરેથી આવ્યો છે તેથી હું આજે મારા પિયર જાઉં છુંઆ પ્રમાણે કહીને તે ઘન સાર્થવાહના ઘરે જવા નીકળી.
સમય થતાં માલણ તેડવા આવી. માલણની સાથે ગુણાવળી તૈયાર થઈને પિયેરના નામે શેઠના ઘરે આવી. સંકેત અનુસાર ગુણાવળી પક્ષના મંદિરે પહોંચી. શેઠ પોતાનું સઘળું દ્રવ્ય લઈ સાંઢણી ઉપર સવાર થઈને યક્ષ મંદિરે આવી ગયો. ગુણાવળીએ માલણને રજા આપી રવાના કરી દીધી. અને શેઠની સાથે સાંઢણી હતી તે સાંઢણી પર સવાર થઈ ગઈ. શેઠ તો બિચારો પગે પગે ચાલ્યો આવ્યો છે. શેઠને વાતોમાં એવો ચડાવ્યો કે વાતમાં તલ્લીન બની ગયો. કામાંધ માણસોની બુદ્ધિ બહેર મારી જાય છે. ગુણાવળીની વાત સાંભળતાં જ એકદમ ગુણાવળી સાંઢણી થોભાવી દીધી અને કહેવા લાગી.
ગુણાવળી -રે શેઠ ! હું તો અહીંથી આગળ નહીં ચાલું.
શેઠ સાંભળી ડઘાઈ ગયો. બોલ્યો - રે દેવી ! અહીં આટલે આવી ગયા. હવે કેમ આવું બોલો છો? મારું નગર દૂર નથી.
શેઠાણી - ના! હું અહીંથી નહીં આવું! ધન - પણ શું બન્યું કે ના પાડે છે?
ગુણાવળી - શેઠ ! હું મારા પગનું એક ઝાંઝર ઊતાવળમાં પહેરવાનું ભુલી ગઈ. આ એક ઝાંઝરે તમારે ત્યાં નહીં આવું.
શેઠ ધન સાર્થવાહ - રે! દેવી ! એ ભુલી ગયા તો જવા દો. હું તને બીજા દસ લઈ દઈશ.
ગુણાવળી - મા! મારે તો આજે જ જોઈએ. ઊતાવળથી નીકળીને તે મારું ઝાંઝર મારા દિવાનખાનામાં પલંગ ઉપર પડ્યું છે. શેઠ! તમેજ લઈ આવો.
હવે શેઠ સાર્થવાહ મુંઝાયો. વળી રસ્તો કાઢ્યો. શેઠ - તારા દિવાનખાનામાં છે તો હું મારા માણસને મોકલી કાલે સવારે મંગાવી લઈશ. ગુણાવળી - ના! તમે જ જાતે જઈને મારું ઝાંઝર લઈ આવો.
સ્ત્રી હઠ લઈ બેઠી. મુખ સુધી કોળિયો આવ્યો અને પાછો ગયો. શેઠ ધન વિચારી રહ્યો છે. શું કરું? જો ન જાઉં લેવા તો તે અહીંથી ખસતી નથી અને જો જાઉં તો...
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
। द्रोपर रातो )
૨૧૮