________________
મહાસતીઓ. તો અસતી સ્ત્રી અબ્રહ્મના સેવનથી જગતમાં નિંદાપાત્ર ગણાય છે. જગતની સ્ત્રીઓ વિચાર, વાણી, વર્તન, વ્યવહારથી પોતાની જાતને પ્રકાશિત કરે છે. ગુણીજનોના માર્ગમાં સહજભાવે સતી સ્ત્રીઓ જોવા મળે છે. આ સંસાર કુડપટ, માયા, પ્રપંચથી ભરેલો છે. તે થકી દુર્જનો હરખાય છે. '
પરમાત્મા પણ વિધિ અને નિષેધની વાત એકાંતે બોલતાં નથી. ટૂંકમાં ધર્મમાં જે માયા કરવી પડે તે માયા નથી. અને કયારેક કુડકપટ, પ્રપંચ કરવા પડે તો તે કપટ નથી. એકાંત નિષેધ નથી.
જેમકે શ્રાવકના વ્રતમાં બીજું વ્રત છે. તેમાં કહ્યું છે કે વિધિ સત્ય બોલવું તે છે. જયારે તેમાં નિષેધઅસત્ય ન બોલવું.
છતાંયે પ્રસંગોપાત્ જંગલમાં જતાં માર્ગે શિકારી મળી જાય અને પૂછે કે હરણિયું કે બીજો શિકાર જતાં જોયો છે? ત્યારે જવાબમાં ના પાડે, તો ત્યાં વિધિ અને નિષેધનો બાધ આવતો નથી. જે અસત્ય બોલાયું છે તે જીવ હિંસા ન થાય માટે..
તે જ રીતે અભય કુમારની વાત. વિધિ - રાજાનું વચન યથાર્થ પાળવું જોઈએ. નિષેધ - માતાનો વધ ન કરાય.
આ બંને સાચવવા જતાં અભયકુમારે બુદ્ધિનો પ્રપંચ (કુડકપટ) કર્યો તે વિધિ-નિષેધને બાધ ન આવે તે રીતે કામ કર્યું. માતાને બચાવી લીધી. અને પિતાનું વચન પણ યથાર્થ કર્યું.
પદ્માવતી કથા કહેવા લાગી. વિશ્વપુર નામે નગર છે. જેમાં ગુણસાગર નામે શ્રેષ્ઠી રહેતો હતો. આ શ્રેષ્ઠીને ગુણવાન, રૂપવાન અને શીલ સદાચારથી શોભતી ગુણાવળી નામે કન્યા હતી. જેનું નામ તેવાજ ગુણો તેનામાં હતા. ઈન્દ્રની રંભા અને મેના આદિ અપ્સરાઓના રૂપને હરાવે તેવું અદ્ભત રૂપ હતુ. તેથી રંભા મેના વગેરે લજજા પામીને દેવલોકમાં ચાલી ગઈ.
વળી તે દેશમાં રાજપુર નામે નગર હતું. ત્યાં ધનવાન ધનવંત શ્રેષ્ઠી હતા. તે શ્રેષ્ઠીને જયવંત નામે ગુણવાન પુત્ર હતો. ગુણાવળીના લગ્ન જયવંત સાથે થયા. પિયર ત્યજી સાસરીમાં વસતી ગુણાવળી સ્વામી જયવંત સાથે દેવી સુખો ભોગવતી હતી. પુણ્યશાળી જીવો સુખમાં પણ પરમાત્માને ભૂલતા નથી. ગુણાવળી પરમાત્માના પ્રરૂપેલા અહંદુધર્મને આરાધતી દિવસો વિતાવે છે.
આ નગરમાં ધંધાર્થે ધન નામનો કોઈ એક સાર્થવાહ પોતાના કાફલા સાથે આવ્યો. ચૌટામાં હાટડી રાખીને વેપાર શરૂ કર્યો. વેપારી પરદેશી હતો. જયવંત પણ વેપારી હતો. તેથી આ ધન વેપારીને પોતાના ઘરે ઊતારો આપ્યો. આ નગરમાં વેપાર કરતાં ધનને છ મહિના થઈ ગયા. જયવંતે આપેલા આવાસમાંથી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૧૬