________________
પુરુષāપિણી પમદા
-: ઢાળ - ૪ -
ભાવાર્થ :
રત્નપુર નગરની બહાર ઉદ્યાનમાં ધનંજય યક્ષરાજનું વિશાળ મંદિર હતું. મંદિરને ફરતાં જુદાજુદા વૃક્ષો અને લત્તાઓથી વિંટળાયેલ રમણીય ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં જાત જાતનાં ભાતભાતનાં વૃક્ષો હતાં. વૃક્ષો ઉપર જુદીજુદી જાતનાં પક્ષીઓ મનગમતાં વૃક્ષો ઉપર માળા બાંધી પોત-પોતાના બાળબચ્ચાં સાથે વસતા હતાં. આ પંખીડાં પોતપોતાની ભાષામાં એકબીજા સાથે કલરવ કરતાં આમ તેમ ઊડતાં હતાં. સુંદર મજાના અવાજોથી આ વનખંડ ગાજતુ હતું. પોપટ મેના આદિ યુગલો પોતાના બાળબચ્ચાં સહ રમતાં હતાં. નિભર્યપણે બચ્ચાંઓ પણ આમતેમ ઊડતાં દેખાતા હતાં. સહુ પોતાના પુણ્યબળે પોતાના સુખના ફળ ભોગવતાં હતાં. સંધ્યા પછી વિશાળ મંદિરનાં ચોગાનના ઓટલે એક ખુણા તરફ બંને મિત્રો સૂતા સૂતા વાતો કરતા હતા. તે રાત અંધારી ચૌદસની હતી.
u
ધનંજય યક્ષના મંદિરના ઓટલે વાતો કરતાં બંને મિત્રો.
(શ્રી ચંદ્રશેખર રજાનો રાસ)
૧૫