________________
અંધકાર છવાયો હતો. એ અંધકારમાં કોઈ કોઈ જગ્યાએ મૃતક સળગતાં હતાં. એ સળગતાં પ્રકાશમાં ધન કયાં સંતાડવું? જગ્યા પસંદ કરી, ગાડું ત્યાં થોભાવ્યું. ત્યારપછી બાપ દીકરો એક વૃક્ષ નીચે ખાડો ખોદવા લાગ્યા. તેમાં ધનના ઘડા મૂકવાના હતા. ગાડામાંથી ધનના ઘડા ઊતારવાની વેળાએ પિતા પુત્રને કહે - વિમળ ! ચારેકોર નજર કરી લે. આપણને કોઈ જોતું નથીને? પિતાની વાત સાંભળી કહે - પિતાજી કોઈ જોતું નથી. કહેવત છે કે, પૈસાના દાસ પૈસા માટે, પૈસા સાચવવા માટે જયાં ત્યાં શંકાની નજરે જુએ છે. આ સ્મશાન ભૂમિએ કોણ હોય? પિતાજી ! કોઈ નથી.
પિતાજી - પુત્ર! આ મધરાત જામી છે. વધારે અવાજ ન કરીશ. આ જગતમાં ધૂતારા-જુગારિયા અને ચોરો ધન મેળવવા મધ્યરાત્રિએ ફરતા હોય છે. બીજાનું ધન લેવામાં ધણા હોશિયાર હોય છે. માટે ! તું ચારેકોર જઈને જો, કોઈ જોતું નથી તેની તપાસ કર.
પિતાની વાત સાંભળી વિમળ આજુબાજુ જઈને જોવા લાગ્યો. તો એક માણસ સૂતેલો જોયો. તેની નજીક જઈને તેને બોલાવ્યો. પણ તેણે જવાબ ન આપ્યો. મડદાની જેમ મરેલો ન હોય તેમ પડી રહયો. વિમળને શંકા ગઈ. પિતાની વાત પર વિશ્વાસ બેઠો. ખરેખર ! પિતાજી કહેતા હતા કે બીજાના દ્રવ્યને લેવા માટે ધૂતારા, ચોર, જુગારિયા રાત્રિમાં ચારેકોર રખડતા હોય છે. આ સૂતેલો માણસ પણ પાકો ધૂર્ત જણાય છે. તેની પરીક્ષા કરવા તેના પગ ઝાલીને ખેંચી કાઢ્યા. પણ આ ધૂર્ત હતો. ધન લેવા માટે જ તે નિશ્ચેતન થઈને પડ્યો હતો. શ્વાસોશ્વાસ પણ રોકી લીધા હતા. વિમળે વળી તેને ઊચો નીચો કરી પછાડ્યો. પણ સાચે જ મરી ગયાની જેમ જ ભાસતો હતો. વિમળે નકકી કરી લીધું કે ખરેખર ! આ તો મરી ગયેલ છે. પિતાજી પાસે આવીને વાત કરી. પિતાએ વિમળના હાથમાં તલવાર આપતાં કહ્યું કે જે નર સૂતો છે, તેના કાન-નાક કાપી લે. જો જીવતો હશે તો તરત ખબર પડી જશે. શેઠ રત્નાગર પિતાની વાત સાંભળી તલવાર લઈને માણસની પાસે પહોંચી ગયો. આ ધૂર્તે શેઠની બધી વાત સાંભળી હતી. જેવો વિમળ તેની પાસે આવ્યો કે તરત ખ્વાસ રૂંધી નાંખ્યો. વિમળે તલવારથી તેના કાન-નાક કાપી નાંખ્યાં. ધનની લાલચે કરી, ધૂર્તને ભયંકર પીડા થવા લાગી. છતાં પણ એક અક્ષરનો અવાજ કર્યો નહીં.
કાન-નાક કાપી વિમળ પિતા પાસે આવ્યો. પિતાજી! કાન-નાક કાપી લીધાં. તે માણસ ખરેખર મરી ગયો છે. માણસનું શબ પડેલું છે. પિતા પુત્રે હવે તદ્ન નિશ્ચિત થઈ ગયા. ધનના ઘડા-ખાડામાં ગોઠવી દીધા. ઉપર માટી ઢાંકી દઈને ખાડો પૂરી દીધો. તેના પર નિશાન કરી બંને પોતાના ઘરે આવ્યા. ધનની હવે સલામતી છે. તેથી તેઓના મનમાં હવે કોઈ શંકા ન રહી. શેષ રાત્રિમાં બંને સૂઈ ગયા.
શેઠ ગાડું લઈને ગયા પછી. કાન નાક કપાયેલો તે ધૂર્ત ઊઠયો ધનનાં ઘડા ખાડામાંથી કાઢી લીધા. ઘનની લાલચ ખાતર ધૂર્ત કાન-નાક જવા દીધાં. અસહૃા પીડાને પણ ગણકારતો નથી. વળી વિચારે છે કે કાન
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨06