________________
ધૂર્તની કથા સાંભળી સમજાય છે કે ધૂર્ત બહુ જ હોંશિયાર ને ચાલાક હોય છે. પણ.. સખી.. તું સાંભળ ! આ જગતમાં સ્ત્રી-ચરિત્રની આગળ ધૂર્ત કળા નિષ્ફળ જાય છે. આ જગતમાં સ્ત્રીઓએ ભલભલા રાજાઓ, ઋષિઓ, મહારથીઓને રોળી નાંખી રઝળતા કરી નાંખ્યા છે, ભરમાવ્યા છે. જગતનો સર્જનહાર બ્રહ્મા પણ સ્ત્રી ચરિત્રને પીછાની શકયા નથી. વળી વિક્રમ રાજા પણ સ્ત્રીને ઓળખી શકયા નથી.
તે ઉપર તમને કથા કહું તે સાંભળો. આ જગતમાં એક મહાસતી, સુશીલા હતી. તે શીલ અને સદાચાર પાળતી, બુદ્ધિશાળી સ્ત્રી હતી. આ સંસારમાં કહેવાય છે કે કસોટી પથ્થર પર ઘસતાં સોનું વધારે તેજવાળું થાય તેમ આ મહાસતી સ્વરૂપવાન હોવા છતાં શીલ પાલનથી વધારે સ્વરૂપવાન લાગતી હતી. આવા પ્રકારની શીલવાન સતી ચાર ધૂતારાનો યોગ થતાં ચારેયને બાવા બનાવીને મહાસુખને પામી.
પદ્માવતીની વાત સાંભળી સખીઓ કહેવા લાગી - હે સખી! એ સતી શીલવતી કોણ? જે બુદ્ધિશાળી પોતાની બુદ્ધિના પ્રયોગથી ચાર યોગી કર્યા. કહો તે મહાસતી કોણ?
સખીઓની કથા સાંભળવાની ઈચ્છા જાણી પદ્માવતી તે મહાસતીની કથા કહેવા લાગી.
-: ટાળ-છઠ્ઠી :(સખેરે મેં સખારી કોણ જગતકી મોહની. એ રાગ) સુણ હો સખી લખી વાત પુરાણી ગ્રંથમે, સતી કુમતિ ભેદ વિનોદ, બડા ગુણ પંથમેં હાં હાં બકા. મેરી જાન બત્ર ગુણ પંથમેં. એ આંકણી. કુડકપટકી બાતમે, દૂષણ ડોલતે; વિધિ ઓટ નિષેધ, ભત ન એકાંતે બોલતે.. ાં ાં ભક્ત. ૧al વિશ્વપુરે ગુણસાગર, નામ શ્રેષ્ઠી સુતા, ગુણવંતી ગુણાવળી નામ, સતીવ્રત અભૂતા. હાં સતી; રુપ અનૂપ નિહાળતા, તસ લધુતા ભઇ; મેના ઔર રંભા, ઉર્વશી, ઉર્ધ્વ ગતિ ગઇ હાં. ઉર્ધ્વ મે. ટેરો રાજપુર
ધનવંત, શેઠ સાસ; જશવંતકુમાર કે સાથ, ગમે સુખ વાસસ, હાં. ગ.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૧૧