________________
નાક ભલે ગયા, પણ પાસે જો ધન હશે તો જગત જી-જી કરશે. જયાં જઈશ ત્યાં લોકો આદરમાન-બહુમાનથી બોલાવશે.
કાણો કૂબડો-લંગડો જો ધનવાન હશે તો જગત તેમની વાહ વાહ કરશે. તેની પૂજા કરશે. વળી રૂપ ન હોવા છતાં રૂપના વખાણ કરતાં હોય છે. વળી જયાં જાય ત્યાં સહુ તેમના હાથ પકડી પરાણે ઘરે લઈ જાય છે. ડગલે પગલે સન્માન પામતા હોય છે. કાન-નાક ગયા પણ દ્રવ્ય તો ધણું મળ્યું.
ધન મળતાં, હરખાતો ધૂતારો ખાડામાંથી બધાજ ઘડા લઈને વળી, ખાડો જેમ હતો તેમ માટીથી પૂરી દીધો. દ્રવ્ય લઈને ઘર ભેગો થઈ ગયો. ધૂર્ત ઠગ વગેરેના ધન કયાં જાય ? ભોગ વિલાસમાં ! ઘણું ધન મળતાં ધૂર્ત વેશ્યાને ત્યાં પહોંચી ગયો. વેશ્યા પણ કદરૂપો હોવા છતાં ધનવાન છે ને ! તેને આવકાર્યો. ધૂર્ત વેશ્યાને ત્યાં ધન આપી ભોગ વિલાસમાં પડ્યો. ધનવાન છે જાણી તેની પાછળ મિત્રો બની બીજા પણ કેટલાક ફરવા લાગ્યા. પરદ્રવ્યથી મોજ માણવામાં શી કમીના હોય ?
હવે આ બાજુ શેઠને ધનની જરૂર પડી. ને વળી જયાં ધન સંતાડ્યું હતું, ત્યાં બાપ દીકરો સ્મશાને પહોંચી ગયા. નિશાન કરેલી જગ્યાએ જઈ ખાડો ખોદવા લાગ્યા. ઘણો ઊંડો ખાડો ખોદવા છતાં ધનનો એક પણ ઘડો ન મળ્યો. પણ કયાંથી મળે ? હોય તો મળેને ? ‘જયાં લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે મરતા નથી’ ધન ન મળતાં બંને જણા ત્યાંને ત્યાં મોટી પોક મૂકી રડવા લાગ્યા. ધન ન જોવાથી અતિશય દુઃખ થયું. તે દુઃખને સહન ન થતાં બાપ ત્યાં ને ત્યાં મૂર્છા ખાઈને ઢળી ગયો. પુત્ર રડતાં રડતાં પિતાને પાંદડા વડે પવન નાંખતા ભાનમાં લાવ્યો. બંને ગાડામાં બેસી ઘરે આવ્યા. રાત્રિની ઊંઘ વેરણ બની ગઈ. સારી રાત બંને ન ઊંઘી શકયા. રાત્રિ જાગરણમાં ગઈ. સવાર પડી.
શાસ્ત્રોમાં કહ્યું છે કે પૈસો તો માનવનો અગિયારમો પ્રાણ છે. ધનપ્રાપ્તિ વેળા એ માંદો જન સાજો થઈ જાય છે. ધનના હરણે તો જીવતો માણસ પ્રાણ ગુમાવી દે છે. આ છે ધન ઉપરની લાલસા.
ધનની ચિંતાએ પિતા પુત્રનું ખાવાનું હરામ થઈ ગયુ. ગયેલું ધન શી રીતે પાછુ મેળવવું ? તેની ચિંતામાં છે. વિમળે પિતાને કહ્યું - પિતાજી !
રત્નગાર - બોલ બેટા ?
વિમળ - પિતાજી શું કરવું ? ધન લઈ જનાર ચોર ને શોધવો જ પડશે.
રત્નાગાર-દીકરા ! હું કહેતો હતો કે ધન લાલસામાં રાત્રિએ કેવા માણસો ફરે છે. પૈસા માટે નાક
કાનની પણ પરવા કરતાં નથી. આપણા ધનનો ચોર જે હોય તે પણ નિશાની તેની મોટી છે. તે જલ્દીથી પકડાઈ જશે. નાક-કાન વગરનો જે હોય તે જ આપણું ધન લઈ ગયો છે. બંને એ નક્કી કર્યુ કે ચોરને પકડવાનો સરળ ઉપાય છે. બીજુ જોર ત્યાં કામ નહીં આવે. ને બીજા માણસો ઉપર આપણું કાંઈ ચાલશે નહી. હાલ તો ચોરને
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
२०८