________________
કહ્યું છે કે વેશ્યા-ચોર-વાણિયા-પરદારમાં રાચનારો-જુગારી-સ્વાર્થી-ધૂર્ત અને અતિશય ઊંઘનારો આ આઠેય પાસે જુઠનો ભંડાર હોય છે. જુદની સાથે જ વ્યવહાર હોય. સત્ય તો કયારે તેઓની પાસે જોવા મળે નહીં. કદાચ જો સત્ય આવી જાય તો તે સત્ય ટકતું નથી.
ધૂર્તમાં આજ મોટી ખાસિયત છે કે પહેલા પરિચયે મીઠી મીઠી વાતો કરી ભોળવીને વિશ્વાસ બેસાડી દે. જે વિશ્વાસ થકી સામો માણસ આ ધૂર્તને સજજન સમજી વ્યવહાર કરે છે. આત્મવિશ્વાસ બેસાડી પછી સ્વાર્થમાં આ ધૂર્ત તે સજજનને ગળે ફાંસો નાંખતા પણ વાર લાગતી નથી. મીઠા પાણીથી જે તૃપ્તિ થાય તે ખારા પાણીથી ન થાય. તેમ ધૂર્તની વાતો ખારા પાણી જેવી છે. કયારેય કયાંથી પણ કોઈ વાતથી બંધાતા નથી. તેની જીભ પર હંમેશા જુક સિવાય કોઈ વાત આવે જ નહી. આવા ધૂર્તના સંગથી સજજન માણસો ઘર્મને છોડી દેતાં અચકાતા નથી. ધન તથા જીવતર એમ બંને પ્રકારે નાશ પામે છે.
વળી બાળક-ચોર-પારઘી-ગાંધી-રાજા-નાગ-વેશ્યા-વૈદ્ય-ધૂર્ત-અતિથિ. આ દશ કયારેય બીજાની પીડાને સમજતા નથી.
આ પ્રમાણે ધૂર્તની વાત સમજાવી, હવે કથા શરૂ કરી. હે રાજકુમારી ! સૂર્યપુર નામે એક નગર છે. તેમાં એક રત્નાગર નામે ધનવાન શેઠ વસતો હતો. આ શેઠને વિમળ નામે એક બુદ્ધિશાળી પુત્ર હતો.
એકદા પિતા પુત્ર પેઢીએ બેઠા વિચારતા હતાં. પિતા - બેટા! આપણી પાસે ધન ઘણું છે. પુત્ર - હા ! પિતાજી આપણી પાસે દ્રવ્ય ઘણું છે.
પિતા - સાંભળ બેટા ! વિમલ ! આ ધનની જો ચોર કે રાજાને ખબર પડી તો.. તેમાં વળી જો આપણો પિતરાઈ ચાડી કરે તો આ બધું જ દ્રવ્ય ચાલ્યું જશે.
પુત્ર - હા ! પણ એમાં આપણે શું કરવું? તે વિચારો. જેથી ધન સચવાઈ રહે.
પિતા - દીકરા ! કોઈ એકાંત સ્થળે ધનને સંતાડી દેવું જોઈએ. ઘરમાં જ આપણે દ્રવ્યથી ઘડો ભરી પછી કોઈ એકાંત સ્થળે સંતાડી દઈએ. વિમળ ! આ જગમાં ધનવાનો પૂજાય છે જયારે નિર્ધનની કોઈ કિંમત નથી. જયારે રામચંદ્રજી વનવાસ ગયા ત્યારે ફરતાં ફરતાં વસિષ્ઠ ઋષિના આશ્રમે પહોચ્યા. આ ઋષિએ રામચંદ્રજીના આદર-સત્કાર કંઈ જ ન કર્યા. કારણ એ જ કે રામચંદ્રજી પાસે ધન ન હતું. વસિષ્ઠ ઋષિએ કરેલા અપમાનનો કોળિયો બનાવીને પોતે ગળી ગયા.
આ પ્રમાણે વિચારી, પિતા પુત્રે સઘળા ધનને સંભાળી લીધું. ઘરખર્ચ, વેપાર અર્થ જરૂરી દ્રવ્ય રાખી, બાકી રહેલ ધનના ઘડા ભરી લીધા. તે ઘડા ગાડામાં મૂકી રાત્રિએ ગામ બહાર સ્મશાન ભૂમિ પહોંચ્યા.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
२०६