________________
સુરવૃંદ - યક્ષરાજ ! આપની વાત સાચી છે. મહેમાનને સાચવવા જોઈએ. અહીયાં કવિ કહે છે કે મહેમાનનું સ્વાગત મહેમાનગીરી કઈ રીતે કરાય?
(૧) વાણીથી - આવનારને સારા સંબોધનથી નવાજવા. આવો, પધારો, વગેરે.. (૨) પાણી - આવેલાને પ્રથમ પાણી આપવું. | (૩) આસન - મીઠા શબ્દો બોલતા સાથે બેસવા માટે આસન આપવું. (૪) અન - બહુમાન પૂર્વક આહારાદિથી ભોજન આપવું.
પુણ્યશાળી કુમારનાં પુણ્યથકી દેવો પણ ભકિત સેવા કરવા તત્પર છે. ભકિત કરવાનો વ્યવહાર મૃત્યુલોકમાં માનવ-માનવ વચ્ચે હોય છે. આ વ્યવહાર દેવોને હોતો નથી, છતાં દેવ જેવા દેવ. મૃત્યુલોકના માનવીની ભકિત કરવા ખેંચાય છે. ઉપર બતાવ્યા તે ચારેય પ્રકારનાં રત્નરૂપ ભકિત કરવાના ઉપાયોથી કુમારની ભાવથી યથાશકિત ભકિત કરી. છેલ્લે ધનંજયે કહે છે - હે નરોત્તમ ! આપની તોલે અમે આવી શકીએ તેમ નથી. તો તેમાં, હું શા હિસાબમાં !
હે કુમાર ! તો પણ તમારા દર્શન અમને આનંદ ઉપજાવે છે. અમારા ભાગ્ય થકી આપ સાંપડ્યા છો. તો આપ માંગો. આપની ઈચ્છા હોય તે માંગો. હું જરૂર તમારી ઈચ્છા પૂરી કરીશ. જે માંગવું હોય તે માંગો. તે વેળા કુમાર આસન થકી ઊભો થઈ બે હાથ જોડી પ્રણામ કર્યા. પછી યક્ષરાજને કહેવા લાગ્યો. કુમાર કહે - યક્ષરાજ ! આપ સહુ દેવોના દર્શન થયા. આજ મારો દિન કૃતાર્થ માનું છું. આજે મારો જન્મ સફળ થયો છે. હવે તેનાથી અધિક મારે બીજું શું જોઈએ? તમારા દર્શન થયા તે જ મોટો લાભ મને થયો છે. મારે બીજું કંઈજ ન જોઈએ. તમારા દર્શનથી અમારા દુઃખડા દૂર થયા છે.
યક્ષરાજ - કુમાર ! દેવનું દર્શન કયારેય મિથ્યા ન થાય. આપ તો ના પાડો છો. પણ હું આપ્યા વિના અહીંથી જઈશ નહીં. મારું વચન મિથ્યા ન થાઓ. કુમાર ! તમને વરદાન આપુ છું કે “સંગ્રામમાં સદાય માટે વિજયી થાઓ”.
વરદાન આપી ધનંજયે પોતાના સઘળા દેવો સહિત સ્વસ્થાને ચાલ્યા ગયા. કુમાર પણ તે મંદિરમાંથી નીકળી મિત્ર રત્નસાર જ્યાં સૂતો હતો, ત્યાં આવ્યો. મિત્રને જગાડ્યો. મંદિરમાં બનેલી હકીકતની વાત સંભળાવી. કુમારની વાત સાંભળી રત્નસાર બોલ્યો-મિત્ર! તું એકલો ગયો મને ઉઠાડવો હતોને!
- કુમાર - મિત્ર! તું તો મારું રોજ રક્ષણ કરે, મને કયારેક તો આવો અવસર મળે. તને નિરાંતે ઊંઘવા દીધો.
રત્નસાર - દેવના દર્શન ભાગ્ય હોય તો જ થાય. તને દર્શન થયા તો, લાભ થયો. વાત વાતમાં સવાર થવા આવી બંને મિત્રો પ્રાતઃ કાર્ય પતાવી ઈષ્ટ દેવનું સ્મરણ કરી નગર તરફ જવા રવાના થયા. નગર દ્વારે
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૯o