________________
પણ જાણે છે. વળી તેમની આગળ વાતનો વિસ્તાર શા માટે કરવો? જેમ કે માની આગળ મોસાળની વાત શી કરવી ?
આ સઘળો વૃતાંત રાજકીર પોપટ જંગલમાં ચંદ્રશેખર રાજકુમારને કહી રહ્યો છે. કુમાર - પોપટજી! આગળ કહો. વાત જાણવાની જલ્દી જલ્દી તમન્ના છે.
વળી પોપટ કહેવા લાગ્યો - કુમાર ! સંશયને છેદવા માટે બંને ખેચરો. રાજા-રાજકુંવરી પરિવાર નગરજનો આદિ સઘળી પર્ષદા વચ્ચે મુનિભગવંત કહે છે - હે ખેચર ! ઉજેણી નામે મહાનગરી છે. વત્સ નામે રાજા રાજય કરે છે. તે રાજાને એક વર્ધમાન નામે રાજકુમાર અને એક શ્રીમતી નામે રાજકુંવરી છે. તે વત્સ રાજાએ પોતાની કુંવરી યૌવનવયમાં આવતાં જયપુરના રાજકુમાર સિંહકુમાર સાથે પરણાવી. સિંહકુમાર નાની વયમાં જ અવળા માર્ગે ચડી ગયેલો. યૌવન પામતાં મહાવ્યસની થઈ ગયો. પિતાએ પરણાવ્યો છતાં પણ આ કુમાર ન સુધર્યો. તેથી પિતાએ દેશનિકાલ કર્યો. સિંહની સાથે તેની પત્ની શ્રીમતી પણ ચાલી નીકળી.
નગર છોડીને ચાલી નીકળેલાં પતિ-પત્ની કોઈ એક ગામમાં જઈને રહ્યાં. બંને વચ્ચે પ્રેમ સારો હોવાથી એકબીજાને સહારો આપતાં આ ગામમાં દંપત્તી પોતાના દિવસો પસાર કરવા લાગ્યાં. જયારે શ્રીમતીનો ભાઈ વર્ધમાન પોતાના બેન બનેવીની આ દશા જોઈ વૈરાગ્ય પામ્યો. મુનિશ્રી જયભૂષણ પાસે વર્ધમાનકુમારે દીક્ષા લીધી.
જ્ઞાન ધ્યાન - તપ ત્યાગમાં રક્ત મુનિભગવંત ગીતાર્થ થઈ એકાકી વિચરવા લાગ્યા. વિહાર કરતાં આ મુનિભગવંત માસક્ષમણના પારણે ફરતાં ફરતાં તે જ ગામમાં ગોચરી માટે ગયા કે જે ગામમાં બેન બનેવી આવી વસ્યા છે. ઘર ઘર ફરતા વર્ધમાનમુનિ બેન શ્રીમતીના ઘરે ગોચરી ગયા.
દૂરથી આવતાં મુનિભગવંતને શ્રીમતીએ જોયા. જોતાંની સાથે જ ઓળખી ગઈ કે આ મારો ભાઈ જ છે. બીજું કોઈ નથી. ભાઈમુનિના કારણે શ્રીમતી વિચારવા લાગી કે - મારા ભાઈને કોઈ ધૂતારાએ ભોળવ્યો છે. જે કારણે કરી રાજય ત્યજી દઈને સાધુ થઈ ગયો છે નહિ તો રાજવૈભવના સુખો છોડી, રમણીઓને ત્યજી દઈને શા માટે નીકળી જાય? હા ! હા! ભાઈ ! આ તે શું કર્યું.? ઘણા લાંબા સમય પછી ભાઈ ! તારાં દર્શન થયાં. તે પણ એક સાધુ થઈને? એમ શોક કરતી વળી ભાઈને જોવાથી હરખ પણ પામતી. દોડી જઈને પોતાના ભાઈ મુનિના ગળે વળગી પડી. બંધુપ્રેમથી સ્નેહમાં ઘેલી બનેલી શ્રીમતી ભાન ભૂલી. તે જ અવસરે શ્રીમતીનો પતિ સિંહકુમાર બહારથી ઘરમાં આવ્યો. પોતાની પત્નીની આવા પ્રકારની ચેણ જોઈ. સિંહકુમાર વિચારવા લાગ્યો - આ મારી પત્ની કોઈ પુરુષના ગળે વળગી છે. રે નારી! તને ગમે તેટલી સારી રાખીએ છતાં નારી તું નારી જ. કયારે સીધી જ ન રહે. સિંહને ઘણો ક્રોધ ચડ્યો. હાથમાં તલવાર લઈને મુનિભગવંતને હણી નાખ્યા.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૪૩