________________
કરતો હતો. શુકની વાત સાંભળી. થાક પણ દૂર કર્યો. હવે તે રાજકીરને કહે છે - હે પોપટરાજ ! અમારે ઘણું દૂર જવું છે. તો હવે અમે આગળ જઈશું. તમે સૌ મારા સાધર્મિક બંધુ-સ્વજન છો. તો હું હવે જાઉ છું. એમ કહી કુમાર બંનેને હાથ જોડી “જય જિનેન્દ્ર' કહેતાં જવા માટે તૈયાર થયો.
વિવેકી કુમારને જતાં એણિક જોઈ રહી. એનું મન કુમારને ન જવા દેવા માટે તલપતું હતું. કુમારના રૂપ-રંગ અને વિવેક જોઈને મૃગકન્યાનું હૃદય પીગળી ગયું હતું. કદી પણ માણસ સાથે ન બોલેલી તાપસ કન્યાની જીભ ખૂલી ગઈ.
એણિકા જતાં કુમારને ઉદ્દેશી બોલી - રાજનું! કુમારે બાળા સામે જોયું.
મૃગબાળા 'રાજનું અમને છોડીને ન જાઓ. વનમાં ભમતાં ભમતાં કરેલા તપબળે આપ જેવા મહાપુણ્યશાળી સમકિતધર શ્રાવકનો ભેટો થયો. હે પરદેશી ! ન જાઓ.
કુમાર થોભી ગયો. બાળાની વાત સાંભળતો, શુકરાજ સામે જોતો ઊભો રહી ગયો. કંઈ જ બોલતો નથી. વળી એણિકા બોલી - હે પરદેશી ! આ જંગલમાં રહેલા અમે જિનેશ્વર પરમાત્માની પૂજાથી અમારા મનોરથ આજ ફળ્યાં છે. અહીં રહેલા જિનેશ્વર પરમાત્માની પૂજા કરો. દિવસની મધ્યાહ્ન વેળા છે. સ્નાન કરી આ નજીકમાં રહેલા વનચૈત્યમાં પરમાત્મા શ્રી આદીશ્વર બિરાજમાન છે. આપ પૂજા કરો. અમે પણ પરમાત્માની પૂજા કરીશું એણિકા બોલતી જાય ને બંધુસમાન રાજકીર સામે જોતી જાય.
ચંદ્રકુમારે એણિકાની વાત સ્વીકારી. વનમાં રહેલું જિનમંદિર જોઈ આશ્ચર્ય પામ્યો. તરત જ નજીક રહેલા જળાશયે સ્નાન કરી, બંને પૂજા કરવા માટે જિનમંદિરમાં ગયા. નિસ્સિહી કહી બંને જણાએ દશત્રિક સાચવી પૂજા વિધિવત્ કરી. ભાવપૂજા પણ સાથે કરી. ત્યાં સુધી શુકરાજ મંદિરના દ્વારે નિરાંતે બેઠો છે. મંદિરમાંથી બંને “આવત્સહિ” કહી બહાર આવ્યા.
રાજકીર બતાવેલ લતામંડપમાં કુમારને લઈને મૃગબાળા અને પોપટ આવ્યા. જંગલના સંસ્કારો દૂર કરીને સારા સંસ્કારો પોપટે જે આપ્યા હતા તે સંસ્કારોથી વિવેકી બનેલી મૃગબાળા પાંદડાના પડિયામાં પાણી લઈ આવી. સાથે સાથે વનમાં રહેલાંને જે પોતે આરોગતી હતી તે વનફળ પણ લઈ આવી કુમાર સામે મૂકયાં.
કુમારે એણિકાના સ્વાગતનો સ્વીકાર કરીને, ફળનો આહાર કર્યો ને સંતોષ માટે મીઠા જળનું પાન કર્યું. ઘડીભર ત્યાં જ કુમાર આરામથી બેઠો. વળી એણિકા કહેવા લાગી - હે પરદેશી કુમાર ! આપના સામુદ્રિક લક્ષણો શુકરાએ જોયાં. વળી આપનાં દર્શનથી મને પણ ઘણો જ હર્ષ થયો છે. તે કારણે લોહચુંબકની જેમ અમારા ચિત્તડાને હરી લીધું છે. આટલું બોલતાં વળી મૃગબાળા શરમાઈ ગઈ. ભોળી બાળાની સામે કુમાર જુએ છે. આંખો સામે જોતાં જ બાળાએ આંખો ઢાળી દીધી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૫૪