________________
એકદા સોળે શણગાર સજી રાજદુલારી રાજસભામાં સખીઓ સાથે આવી ચડી. પિતાએ પ્રેમથી પોતાના ખોળામાં બેસાડી. સ્નેહની સરવણી વરસાવતા પિતા પમરથ દીકરીના માથે હાથ ફેરવવા લાગ્યા. સાથે વિચારવા પણ લાગ્યા. મારી હાલી દીકરી નવયૌવનના ઉંમરે આવી ઊભી છે. તેનો પતિ કોણ થશે? મારે તપાસ કરાવવી જોઈએ. વિચાર કરતાં રાજાએ દીકરીને સભામાંથી વિદાય કરી. વળી વિચારે છે કે તેને લાયક રાજકુમારની તપાસ કરાઉં. વરની લાયકાત કેવી! જે ગુણવાન, શીલવાન, કુળવાન, રૂપવાન, વિદ્યાવાન તથા યૌવનમાં પ્રવેશેલો, ભાઈ બેન આદિ સ્વજનોથી પરિવરેલો સનાથ. આ સાત પ્રકારના ગુણોથી શોભતો કન્યાને યોગ્ય કહેવાય.
આ સાત ગુણથી યુકત રાજકુમારને મારી કન્યા આપીશ. વળી જો પરદેશી, રોગી, મૂર્ખ, દીક્ષાર્થી (વૈરાગી) તથા દેવ આ છ કહ્યા તે છ જણાને કન્યા આપવી નહીં. તેમાં તો મારી કન્યાને કયારેય ન આપુ. હવે રાજા પુત્રીથી આનંદ પામેલો દેશ પરદેશના રાજકુમારોનાં ચિત્રો ચિત્રપટ પર આલેખીને મંગાવે છે. અને એ ચિત્રપટો અંતઃપુરમાં સખીઓ સાથે મોકલી આપતો હતો. સખીઓ પોતાની સખી રાજસુતા પદ્માવતીને બતાવી તેના રૂપ ગુણને વખાણતી વાતો કરવા લાગી. રાજાએ સખીઓને સૂચન કરતાં કહ્યું છે કે કુંવરીને કયુ ચિત્ર ગમ્યું તે મને કહેજો.
પદ્માવતી ચિત્રો જોવા લાગી. એક પણ ચિત્ર તેના મનમાં વસતું નથી. જોઈ જોઈને ગુણો સાંભળીને ચિત્રો બાજુ પર મૂકી દેતી. એક પણ ચિત્ર ઉપર ન તો રાગ ન તો આનંદ દેખાતો હતો. સખીઓ પણ તેના મુખ ઉપરના ભાવ જોવા લાગી. પદ્માવતી તો ચિત્ર જોઈને કહે આ તો અવિવેકી છે, આ તો આવો છે, અવગુણ જ દેખાવા લાગ્યા. એકપણ ચિત્ર પદ્માવતીને ન ગમ્યું, તો મનમાં કયાંથી વસે? કન્યાની નજર એકપણ ચિત્ર ઉપર ન ઠરી. પાણીમાં પડેલું તેલનું ટીપુ પાણીમાં ભળતું નથી તેમ રાજકુમારીનું મન તેલના ટીપાંની જેમ કયાંયે ઠરતું નથી. એકપણ રાજકુમાર તેને પસંદ ન પડ્યો. ઘણાં ઘણાં ચિત્રો જોઈ કંટાળેલી પદ્માવતી આખરે પુરુષ ઉપર શ કરનારી પુરુષષીણી થઈ.
સખીઓના મુખેથી વ્હાલી પુત્રીની આ વાતો સાંભળી રાણી દુઃખી થઈ. દુઃખ સહન ન થતાં દુઃખ ભરેલી રાણી એકાંતમાં રુદન કરે છે. પિતા પદ્યરથને પણ ખબર પડી. રાજારાણી ઘણા ચિંતાતુર થઈ ગયા. પરિવાર યુકત રાજા પણ દુઃખી થયો. દિવસો ચાલ્યા જાય છે.
આ બાજુ કંચનપુરનો સુતારપુત્ર સાગર પોતાની પત્ની સાથે જિનમંદિરોને જુહારવા ગામેગામની યાત્રા કરવા નીકળ્યો છે. જિનેશ્વરના દર્શન વંદન પૂજન કરતો તે આ નગરમાં આવી પહોંચ્યો. નગરમાં રહેલાં જિનચૈત્યોને જુહારતો હતો. નગરમધ્યે રહેલા શ્રી શાંતિનાથ જિનાલયે પણ આ સાગરે મનમૂકીને વિસ્તારથી પરમાત્માની ભકિત કરી. ત્યારપછી ભાવોલ્લાસપૂર્વક પરમાત્માના ધ્યાનમાં કાઉસ્સગ્ન કર્યો.
(શ્રી ચંદ્રશેખર રજાનો રાસ)
૧૮૪