________________
જ્ઞાની ભગવંતના વચન સાંભળી રાજકુમાર ચિત્રસેનને ઘણો આનંદ થયો. મંત્રીપુત્ર રત્નસાર બોલ્યો - હે ભગવંત ! તે સાગર સુતારની કળાને ધન્યવાદ છે. સાગરને પણ ધન્યવાદ છે. જે આ રીતે જોયેલી રાજદુલારીને મૂર્તિમંત બનાવી. ગુરુદેવ! ગજબની વાત એ છે કે તે પુરુષષિણી થઈ છે. વળી મારા મિત્ર આ કુમારને જિનમંદિરમાં જ એ પૂતળીને જોતાં જ તેના ઉપર આટલો બધો મોહ કેમ લાગ્યો? તે સમજાતું નથી. તે કન્યાને જોઈ નથી. છતાં અનહદ રાગ દશા કયાંથી? તેનું કારણ કૃપા કરીને કહો. | મુનિભગવંત - મંત્રીપુત્ર! સાંભળ! આ ભરત ક્ષેત્રમાં દ્રાવિડ નામનો દેશ છે. જેમાં ચંપા નામે નગરી છે. રત્નસાર તને શું કહ્યું? આ સંસાર વિચિત્ર છે. શું કહેવું? શું ન કહેવું? પૂર્વભવની વિચિત્રતાના કારણે સર્જાયું છે. ભવ બદલી જાય પણ.... એકબીજા ઉપર ધરેલી રાગદશા વા દ્રષદશા જીવની સાથે સાથે જાય છે. ચંપાનગરીની બહાર રમણીય મનોહર વન ઉદ્યાન છે. આ ઉદ્યાન વિવિધ પ્રકારના વૃક્ષોથી શોભતું અને તે વૃક્ષો પર આવતાં ફળ-ફૂલોથી વનની શોભામાં અધિક વધારો થતો. વન મધ્યે સુંદર અને નિર્મળ નીરથી ભરેલું મોટું સરોવર હતું. આ સરોવર તો વિવિધ કમળોથી ભરપૂર હતું. સરોવર કાંઠે રહેલા વન વૃક્ષો ઉપર હંસ સારસ ચક્રવાક વિવિધ પ્રકારની ચકલીઓ - વળી બીજા પણ પક્ષીઓ માળા બાંધી પરિવાર સાથે વાત કરતા હતાં. જેના કલરવ કિલ્લોલ રૂપ સંગીત સાંભળવામાં ઘણો આનંદ આવે. વળી આ ઉદ્યાનમાં પરમતારક પરમાત્માનું મંદિર સુંદર શોભતું હતું.
એકદા કોઈ એક સાર્થવાહે પોતાના સાથે સાથે આ જંગલમાંથી જતાં જ આ સરોવર તીરે પડાવ નાખ્યો. મધ્યાહ્ન આવી પહોચેલો આ સાર્થને આ જગ્યાએ બધીજ સગવડ મળતાં સૌ રસોઈ પાણી કરવા લાગ્યા. સાર્થવાહ અરિહંતદેવનો ઉપાસક હતો. થોડો વિશ્રામ લઈને સરોવરના પાણીએ સ્નાન કરી પરમાત્માની ભકિત કરી. ત્યારબાદ ભોજનવેળા થતાં જમવા માટે તૈયારી કરી છે. ત્યાં તો મનમાં વિચાર આવ્યો કે “જો કોઈ અતિથિ-સંત-સાધુ” આવી જાય તો સારું. તેઓને આપીને જમાડીને પછી હું ભોજન કરું. પુણ્યશાળી આત્માને “ઈચ્છાનો રોધ” યાદ કરે ને કામ થઈ જાય. શુભ ભાવના ઉત્કૃષ્ટ હતી. તો તે કારણે પ્રબળ પુણ્યબળે તે જ વનખંડમાં કોઈએક માસક્ષમણના ઉગ્ર તપસ્વી પારણા માટે આહાર માટે જતા હતા. તે મુનિને સાર્થવાહ દૂરથી જોયા.
સાક્ષાત્ જંગમ કલ્પવૃક્ષ સમાન તે મુનિ મહાત્માને જોતાં હૈયું નાચી ઊઠયું. સારાયે શરીરના રૂંવાડાં ખડાં થઈ ગયાં. ઊતાવળો ઊતાવળો મુનિની સન્મુખ જઈ ઊભો રહ્યો. ભાવવિભોર બનેલા સાર્થવાહે મુનિને વાંદ્યા. બહુમાનપૂર્વક પોતાના રસોડે આહાર લેવા આવવા વિનંતી કરી. મુનિ સાર્થવાહની સાથે ઈર્યાસમિતિ સાચવતાં રસોડે પધાર્યા. વિનયપૂર્વક ઘણા ભાવથી નિર્દોષ આહારાદિકનું દાન આપ્યું. મુનિ ભગવંત તો આહાર ગ્રહણ કરી ધર્મલાભ દઈને પાછા વળ્યા. સાર્થવાહ ઘણા દૂર સુધી મૂકી પાછો વળ્યો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૮૬