________________
તેવામાં હંસીની આસપાસ દાવાનલે ઘેરો ઘાલ્યો. જોતજોતામાં ભયંકર આગ નજીક આવી રહી છે. તૃષાતુર બનેલા બંને બચ્ચાં અતિશય કલ્પાંત કરવા લાગ્યાં. હંસને આવતાં વાર લાગી. દુઃખી થયેલી હંસી પતિ માટે પોતાના મનમાં ખોટા વિચારો કરવા લાગી. રાહ જોવાતી ઘડી ઘણી લાંબી હોય છે. ખરેખર આ જગતમાં પુરુષોનો પ્રેમ ખોટો હોય છે. નિષ્ફર હૃદયવાળા પુરુષો નિઃસ્નેહી હોય છે. કઠોર હદયવાળા આ પુરુષોની દુનિયા બહુ સ્વાર્થી છે. તે તો મને મુકીને નાસી ગયો. કુવિચારોએ ઘેરો ઘાલ્યો.
વળી આગળ હંસી વિચારે છે કે આવા દુષ્ટને અને પાષાણ હૃદયવાળા પુરુષોનું મુખ કોઈ કાળે જોવા વખત આવશો નહીં. આ ભવે નહીં ને પરભવે પણ નહીં. આવા પ્રકારના દુર્ગાનમાં પડેલી હંસી કંઈક આગળ વિચારે, ત્યાં તો દાવાનલે વડલાને ભરખી લીધો. જોતજોતામાં બંને બચ્ચા સાથે હંસી દાવાનલનો કોળિયો બની ગઈ.
ત્યાંથી તે હંસી મરીને તે પદ્માવતી થઈ. મુનિદાનની અનુમોદનાથી રત્નપુર નગરના રાજાની પુત્રી પદ્માવતી થઈ. પાછળ રહેલો હંસ પાણી લઈને આવતાં - માળા પાસે પહોંચવાનો કોઈમાર્ગ દેખાતો નહોતો છતાં સ્નેહલુબ્ધ હંસ આગમાં ઝંપલાવી માળા પાસે પહોચ્યોં. પુત્ર અને પોતાની પત્નીને ન જોતાં. તે ત્યાં જ મુછ પામી દાવાનળમાં સળગી ગયો. મુનિદર્શન - દાન પ્રશંશાથી મરીને તે હંસ એ જ તું રાજકુમાર ચિત્રસેન થયો.
આ પ્રમાણે ત્રીજા ખંડને વિષે ત્રીજી ઢાળ સમાપ્ત કરતાં કવિરાજ કહે છે કે ખરેખર, આ જગતમાં જ્ઞાની મુનિ મહાત્મા-મહંતો સૌ જયને પામો. જ્ઞાની ગુરુ મળ્યા તો ચિત્રસેનની ચિંતાને ટાળી. આવા મુનિભગવંતો ચિરકાળ જયવંતા વર્તો.
- દુહા :
૧ll
મુનિ હર્ષિત કેમ કરત તવ મુનિ
મુખ પરભવ સુણી, જાતિસ્મરણ લહત;
થઇ ચઉતાણીને, પુનરપિ એમ પૂછત. મળશે પદ્માવતી, મુનિ કહે પટરૂપ ખ;
ઊહાપોહ પામશે, જાતિસ્મરણ વિશેષ, મળશે પદ્માવતી, ફળશે વાંછિત કામ; વાણી અમૃત સમી, સાંભળી ઉઠ્યા તામ
રા.
Bll
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૮૯