________________
મિત્રની વાત સાંભળી કુમાર વિચાર મુકત થયો. બોલ્યો - મિત્ર ! આ જો તો તને શું દેખાય છે? કુમારે રત્નસારનો હાથ પકડી સ્તંભ પર રહેલી કાષ્ટની પૂતળી બતાવી. વળી બોલ્યો - મિત્ર ! આ પૂતળી છે કે પરી? સાક્ષાત્ રંભા ન હોય? કાં તો કોઈ અપ્સરા અહીં આવીને બેઠી છે. (આ પૂતળી ઉપર કુમારને મોહ જાગ્યો છે.) વળી મિત્રને કહે છે - બંધુ ! આ પૂતળીએ મારા મનનું હરણ કરી લીધું છે. મારુ ચિત્ત ચોરી લીધું છે. શું તું મને આ રમણી સાથે મેળાપ કરાવી આપીશ?
સવાર થતાં દેવો પણ ચાલ્યા ગયા. પણ કુમાર તો પૂતળી આગળથી ખસતો નથી. જોતાં ધરાતો જ નથી. રત્નસાર કુમારને સમજાવે છે - બંધુ! ચાલો આગળ.
કુમાર - મિત્ર? આ રંભા સરખી પૂતળી કોણ છે? આ કન્યા સાથે જ મારે તો પરણવું છે, જો તું નહીં પરણાવે તો કાષ્ટની ચિત્તા પડકાવ !
રત્નસાર - કુમાર ! તમે આ શું બોલો છો ? મનમાં વિચાર તો કરો. આકાશપુષ્પને લેવા મેરુ પર્વત પર હાથ લાંબા કર્યા તો શું પુષ્પ મળે ખરું. કુમાર ! અશકય છે.
આ પ્રમાણે બંને મિત્રો વાતો કરતાં કવિરાજ ચંદ્રશેખર રાસની ત્રીજા ખંડે બીજી ઢાળ સમાપ્ત કરતાં કહે છે. કે પૂર્વના ઉદયે કરી વાંછિત પૂર્ણ થાય છે. અને સાધન સામગ્રી પણ પુણ્ય થકી મેળવી શકાય છે.
-: દુહા :ઇણ અવસર વનખંડમાં, ચઉતાણી મુનિરાય; યણી રહા જાણી કરી, બિહુ જઇ વંદે પાય. ધર્મ સુણી નમી વિનયથી, પૂછે મંત્રી તામ; કુણ કન્યા અનુમાનથી, એ પૂતળીનું કામ. મુનિ જપે કંચનપુરે, વિશ્વકર્મા અવતાર ગુણશ્રી નારીશું હે ગુણદત્ત એક સૂત્રધાર, તસ લધુ સંત પાંચમો, ગુણવંત સાગર નામ; જૈનધર્મ રાતો સદા, સકળ કળાનું ધામ. પતિ ચિત્તાનુગામિની, કામિની છે તસ એક; પતિવ્રતા વ્રત ધારિણી, સત્યવતી સુવિવેક
1-સૂતારે.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૦૭