________________
/HZIYપણ '
, '
.
ચંદ્ર રાજકુમારે સ્મરણ કરી.દેવી ત્રિલોચના હાજર. મૃગસુંદરી (એણિકા) ને વિમાનમાં સાથે લઈ જાય છે. ક્ષણમાં સમાઈ જતો નથી. “આ પ્રમાણે માતા પિતા આદિ સ્વજનો પણ કહેવા લાગ્યાં. વિયોગના દુઃખડાં સંયોગો મળતાં ચાલ્યા જાય છે. મૃગસુંદરી પણ માતાપિતા મેળવી શાંત થઈ. નગરની બહાર રહેલા સ્વજનાદિક પરિવારયુકત રાજા રાણી બધાને ત્રિલોચના દેવી મહેલમાં સાથે લઈ આવી. નગરમાં અને રાજમહેલમાં સૌને આનંદ આનંદ થયો છે. રાજા કુમારને ઘણા બહુમાનપૂર્વક મહેલમાં લઈ આવ્યા. રાજપરિવાર પણ ઘણો સાથે છે. કુમારને પળવાર માટે પણ રાજા છૂટો રાખતા નથી. હવે રાજા કુમારની સાથે જ રહે છે. સાથે જમે, સાથે જ રાજદરબારે જાય. બધું જ સાથે કરે.
પોતાની કુળદેવીની માનતા રાજાએ રાખી હશે. તે માનતા ફળી. પુત્રી મળતાં જ કુળદેવીની માનતા . પૂરી કરી. ધૂપ દીપ નૈવૈદ્ય વગેરે દેવીને જે ગમતાં હતાં તે બધા જ નૈવેદ્ય આદિ ધર્યા.
નગરમાં મોટો મહોત્સવ રાજા તરફથી ઉજવાયો. નગરજનોએ પણ પોતપોતાના ઘરે - હાટ હવેલીએ તોરણો બાંધ્યાં. બંદીખાને રહેલા બંદીવાનોને ઘણું દાન આપી છોડી મૂક્યાં. ઘણા વર્ષે આ પ્રમાણે પદ્મપુર નગરમાં
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૫૬