________________
કુમાર મૌનમાં જવાબ ન આપતો હોય તેમ તેના મુખ ઉપરના ભાવ દેખાતા હતા. ઘડીક બંને વચ્ચે મૌન છવાયું. શુકરાજને પણ કંઈ પૂછવાની ઈચ્છા થાય છે. પણ પૂછી શકતો નથી.
મૌનને તોડતાં એણિકા બોલી - હે નરોત્તમ ! સંબોધન કરતી જાતજાતની કળા - ભાષા બોલતી નીતિશાસ્ત્રની વાતો કરવા લાગી. કુમારે પણ મૌન છોડી વાતમાં ભાગ લીધો. બાળાની વાતો સાંભળતાં રાજકીર અને કુમાર આનંદ પામ્યા.
વળી બાળા બોલવા લાગી - “હે પરદેશી ! આપનો દેશ? આપનું કુળ? આપનો વંશ? આપની જાતિ? અમને કહોને.”
કુમાર કંઈ જ બોલતો નથી. મરક મરક હસ્યા કરે છે. ભોળી બાળા તે જોઈને વળી કહેવા લાગી.
એણિકા - રાજનું! આપને મૌન છે. શું અમારી વાત આપને ન ગમી? અરિહંતના ઉપાસક આપણે સૌ છીએ. તો તે સાધર્મિક નાંતાએ અમને જવાબ આપોને? અમને જુદા ન ગણો. હૈયામાં અમારા થકી અંતર ન રાખો.
હવે કુમારે મૌન તોડયું. જાણ્યું કે ભોળી બાળાની ધીરજ હવે ખૂટી. પૂછવાનું બધું જ પૂછી નાખ્યું. જવાબ એક જ વાકયમાં આપતા કહે છે. -
હે શુભે ! કેવલી ભગવંતના વચનો સત્ય જ હોય છે. હું કાશીપતિનો પુત્ર છું.
કુમારનું મીઠું વચન સાંભળી એણિકા અને રાજકીર પોપટ ઘણો જ આનંદ પામ્યા. તરત જ કુમારે ત્રિલોચના દેવીનું સ્મરણ કર્યું. ત્રિલોચના કુમાર આગળ હાજર થઈ ગઈ. કુમારે સઘળી વાત કરી. વાત સાંભળી હર્ષ પામેલી ત્રિલોચનાએ વનબાળા માટે વસ્ત્રો, આભૂષણો મંગાવી લીધાં. દેવીએ તાપસબાળાના વલ્કલચીર ઊતારી લીધાં. વસ્ત્રો પહેરાવ્યાં. આભૂષણોથી સજાવતી દેવી કહેવા લાગી - હે વનબાળા! તમારું નામ જાણતી નથી. પણ વનમાં રહ્યા છો તેથી આપનું નામ મૃગસુંદરી રાખું છું. ત્રિલોચના દેવીએ વિમાન બનાવી દીધું.
સૌ વિમાનમાં બેઠાં. વિમાન પદ્મપુર નગરના ઉધાનમાં જઈ થોળ્યું. રાજકીરે ત્યાંથી આગળ નગરમાં જઈ પઘરાજાને વધાઈ આપી. ક્ષણભર તો રાજા-રાણી વિચારમાં પડ્યાં. પોપટ સમાચાર આપી સામે મહેલના ટોચે જઈ બેઠો. ત્યાંથી ઊડીને કુમાર પાસે આવ્યો.
પધરાજા પણ પોતાની પુત્રીને મળવા, લેવા માટે મોટા સામૈયા સહિત નગર બહાર આવ્યો. જન્મતાં જ જોયેલી દીકરી આજે બીજીવાર જોતાં જ રાજારાણીના આંખેથી હર્ષનો શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યો. મૃગસુંદરીને ભેટી પડ્યા. આંસુથી નવરાવી દીધી. રાણીએ બાળાને ખોળામાં બેસાડી હૃદયે ભેટી ભેટીને કહે છે - હે દીકરી ! તારો વિયોગ મારાથી સહન ન થયો. ઘણા સમયે જોતી દીકરી પળવારમાં મળવાથી વિયોગ
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૫૫