________________
હે બાળા ! તું તો પવરાજની પુત્રી છે. પૂર્વભવના તારા વેરી પતિએ તને જંગલમાં છોડી દીધી. તે કારણે તું આ જંગલમાં પશુઓના ટોળાં ભેળી ભટક્યા કરે છે. જંગલમાં માલતીના પુષ્પોની શી દશા? તેને કોણ લેવા જાય? કોઈ જ લઈ ન જાય. સવારે કળીમાંથી ફૂલ બનેલા માલતીના છોડવા ઉપર યૌવન પૂરું થઈ જાય છે. તેમ તારું આ યૌવન આ જંગલમાં રહેવાથી પૂરું થઈ જશે.
રે બાળા ! આ વનવાસ છોડી દે. જયાં માણસની વસ્તી છે ત્યાં જઈને વસો. યુકિતપૂર્વક સમજાવતાં કિંઈક સમજ આવી. ત્યાર પછી મેં કહયું - હે તાપસસુંદરી ! આ બધું છોડી દે. તું કહે તો હું તને મદનમંજરી ભેગી કરી દઉં. તું ત્યાં મોજથી રહેજે. ત્યાં ગીત-ગાન આદિ વિનોદમાં રહે. આ જંગલમાં રોઝની જેમ રહેવું છોડી દે. આદરપૂર્વક મારાં વચનો સાંભળતી હતી. જંગલના સંસ્કારો ધીમે ધીમે દૂર કર્યા. વળી સમજાવતો કે માણસની વસ્તીમાં મારી સાથે ચાલ. ત્યાં તારા પુણ્યબળે ચંદ્રશેખર મળશે. પણ હજુ મારી આ વાત માનવા તેનું દિલ માનતું જ નહોતું.
વળી સમજાવતાં કહેતો કે કેવલી ભગવંતનું વચન મિથ્યા ન થાય. સત્ય થઈને જ રહે. વળી અમે ધર્મની ચર્ચા કરતા. તેનામાં સમકિતના લક્ષણો પણ દેખાવા લાગ્યા પણ જંગલમાં પશુઓનો સહવાસ છોડીને આવવું નથી.
છતાં મેં તો સમજાવવાની વાત છોડી નહિ. તને ચંદ્રશેખર મળશે. તે રાજાની રાણી થઈને સુખલીલા ભોગવો. વળી ગુરુમુખથી ધર્મ સાંભળી, હે બાળા! તારા પરભવને તું સુધારી લે. રોજની મારી આ વાતો સાંભળી એકદા તે એણિકા મને કહે - હે શુકરાજ ! મને આ વન-વાવ-તળાવ-સરોવર-નદીને વળી ઝરણાં વગેરે નજીક, આ પશુઓના ટોળામાં વસવું ગમે છે. મારે માટે આ વન સારું છે. પ્રાસુક ફળ-પત્રો વૃક્ષની નીચે જે પડ્યાં છે તેનું ભક્ષણ કરવું એ જ મારે મન બસ છે, તરસ લાગે નિર્મળ ઝરણાંનું પાણી પીવું એથી વધારે શું જોઈએ?
પોપટ એણિકાની વાત સાંભળી વિચારતો હતો કે ખરેખર હળુકર્મી જીવોને વધારે શું જોઈએ?
એણિકા કહે - હે મિત્ર શુકરાજ ! સંસારની લીલા મારે જોવી નથી. ચપળ - ચંચળ વિષયસંગી સાથે રહેવું તે આ લોકમાં કઠિન છે. વળી સંયોગ-વિયોગના શોકમાં ઝૂરી મરવું. તે કરતાં ભલું મારુ વન - ભલાં મારાં પશુઓ.
હે કુમાર ! મારી વાત માનવા તૈયાર ન થઈ. તે તેના પશુઓનાં બાળ બચ્ચાંને રમાડતી - આનંદ કિલ્લોલ કરતી રહે છે. આ બાળાને જે જે ગમતું હતું તે છોડવા તૈયાર ન થઈ. વળી રાજકીર કહેવા લાગ્યો - હે નરોત્તમ ! તમે આ બાળા માટે પૂછ્યું તો તેનો સઘળો વૃત્તાંત તમારી આગળ કહ્યો.
- કુમાર અને શુકરાજનો વાર્તાલાપ દૂર બેઠેલી તાપસ કન્યા એણિકા પણ સાંભળતી હતી. તેણીની આસપાસ મૃગલાં આદિ બચ્ચાં રમ્યાં કરતાં હતાં. કુમાર વાત સાંભળતાં આ કન્યાને બાળપશુઓની ચેષ્ટા જોયા
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૫૩