________________
નથી. તે બાલિકા નાનપણથી હરિણીયા, સસલા અને વાનરના બચ્ચાંની સાથે ભેગી રમતી હતી.
જેમ જેમ મોટી થવા લાગી તેમ તેમ તેનું રૂપ વધવા લાગ્યું. વનફળ ખાતી. ઝરણાં-નદીનાં પાણી પીને મોટી થતાં યૌવનવય પામી. વનની લતાકુંજ વનઘર હોય ત્યાં રાત્રિ પસાર કરતી. વિશાળ શિલા ઉપર જઈ આરામથી સૂઈ જાય. જયારે દિવસે જંગલમાં નિર્ભયપણે પશુટોળાના સંગે પોતે વલ્કલ પહેરીને ફરતી હતી. પંખીઓ પણ તેની ભેળા ફરતાં હતાં. કયારેક જો તેણી માણસને દેખે તો તરત તેનાથી ડરીને નાસી જતી હતી.
હે રાજકુમાર ! તમે તે બાળાને જંગલમાં જોઈ. તે બાળા કેવલી ભગવંત કહે છે તે અમારી પૂર્વભવની બેન છે. વર્ધમાન નામે શ્રીમતીનો ભાઈ વૈરાગ્ય પામી દીક્ષા લીધી હતી તે હું તમારી સામે.
વાત સાંભળીને આશ્ચર્ય પામતાં, બંને વિદ્યાધર કેવલી ભગવંતને પૂછવા લાગ્યા. હે સ્વામી! તે બાળા સમકિત પામશે કે નહિ? જ્ઞાની કહે - હે ખેચર ! આ ભવમાં સમકિત પામશે. વિદ્યાધર - હે ગુરુભગવંત! તેનો ધર્મગુરુ કોણ હશે?
મુનિ કહે – ખેચરરાય! મારા વચનો સાંભળી આ રાજસુતા મદનસુંદરીના પોપટ રાજકીર થકી તે બાળા સમકિત પામશે. વળી કાશીપતિ મહસેનના પુત્ર ચંદ્રશેખર તે બાળાનું એણિકા નામ દૂર કરશે. તેનું નામ મૃગસુંદરી રાખશે. તે જ રાજકુમાર આ મદનમંજરી અને મૃગસુંદરી સાથે પરણશે.
પોપટ ચંદ્રશેખર રાજકુમારની આગળ વાત કહી રહ્યો છે. મદનમંજરી રાજકુંવરી, કેવલી ભગવંતનું વચન સાંભળીને, તે વાતને સત્ય કરવા દાદા કેવલી ભગવંતને નમસ્કાર કરીને મને અહીં મોકલ્યો છે. વળી રાજકીર આગળ કહે છે -
હે નરોત્તમ! સાંભળો ! રાજકુંવરી મદનમંજરીના કહેવાથી હું નીકળ્યો. વન-પર્વતગિરિ-નદી-નાળાં વગેરે જોતાં ભમતો થકો આ રેવા નદીના કિનારે આવી મળ્યો. મૃગલાં, હરણિયાં, વાંદરાં, સસલાંનાં ટોળામાં ભમતી એવી આ એણિકા બાળાને જોઈ, હું પોપટ હોવાથી મારી ઉપર અપાર પ્રેમ રાખતી, મારી સાથે વાતો કરતી હતી. મારી ઉપર ઘણો જ પ્રેમ હોવાને કારણે હું જે કહું તે તરત માની લેતી. તે પ્રમાણે આચરણ કરતી. ધીમે ધીમે ભક્ષાભક્ષ-ખાવા લાયક વસ્તુ અને ન ખાવા લાયક વસ્તુને સમજાવતાં અભક્ષને છોડી દીધા. મનુષ્યના વ્યવહારની વાતો કહી. વિવેક જેવી વાત સમજાવી. જંગલમાં ઉછરેલી બાળાએ પોતાના જીવનમાં કોઈપણ માણસને જોયો નથી. મનુષ્યનો વ્યવહાર હું સમજાવવા લાગ્યો. હળુકર્મી જીવદળો, થોડામાં ઘણું પામી જાય. આ બાલિકા માટે તેમ જ બન્યું.
રાજકીરે પૂર્વની વાત કહી, પૂરવભવની પણ વાત કરી. રે બાલિકા! તું સાંભળ! તું હરણીસુતા નથી.
હિંદી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
શી રોપા શાળનો શા)
૧૫૨