________________
wis
પૂરણ બીજો
ઢાળ અગ્યાસ્મી; મા. શ્રી શુભવીરની વાણી ચતુરને ચિત્ત ગમી. મા.૨૮
-: કળશ :ખંડ ખંડ જીમ ઇ@ખંડ, ચંદ્રશેખરનું ચરિત્ર ખંડ; શ્રી શુભવિજય ગુરુથી લહાણે, બીજો ખંડ તસ શિષ્ય કહ્યો. /all
સમાપ્ત
-: ઢાળ - ૧૧ :
ભાવાર્થ
કેવલી ભગવંત કહે છે - હે ખેચરરાય! સાંભળો! મુનિઘાતક સિંહ એક સાગરોપમ વર્ષ સુધી નરકની ભયંકર અસહ્ય વેદના ભોગવી આયુ પૂરું કરીને ત્યાંથી નીકળ્યો. નંદીપુર ગામમાં બ્રાહ્મણ કુળમાં અવતર્યો. દરિદ્રી તે બ્રાહ્મણ તાપસની દીક્ષા લઈ ત્રિદંડિક થયો. અજ્ઞાત તપ કરી, અલ્પ આયુ ભોગવી મૃત્યુ પામ્યો. ત્યાંથી તે જયોતિષચક્રમાં ક્રોધથી ભરેલો દેવ થયો.
પૂર્વના વૈર વિરોધ જીવની સાથે જ જયાં જાય ત્યાં આવે છે. આ દેવ કેવલી ભગવંત પાસેથી પોતાનો પૂર્વભવ સાંભળ્યો. તે જ સાથે પૂર્વભવની શ્રીમતી પત્નીની ઉપર ક્રોધે ભરાયો. વિચારવા લાગ્યો, મારી પત્નીએ જ મને હણી નાંખ્યો. જેમ જેમ વાત યાદ આવતી ગઈ તેમ તેમ દેવનો ક્રોધાગ્નિ વધારે ભભૂકવા લાગ્યો. ભવાંતરમાં નાના તણખલા જેટલું વેર પણ મોટા અગ્નિમાં પ્રગટે છે. ત્યાં જ કેવળી ભગવંતને પૂછ્યું. હે ભગવન્! તે દુરાચારિણી સ્ત્રી ત્યાંથી મરીને કયાં ગઈ? હાલ તે કયાં છે?
ગુરુ ભગવંત કહે - શ્રીમતીનો જીવ નરકની વેદના ભોગવી આયુ પૂર્ણ થયે, પૂર્વના કોઈક પુણ્યબળે તથા બંધુમુનિના દર્શન થકી મનુષ્યગતિ પામી. પદ્મપુર નગરના પદ્મરાજાની રાજકુંવરી થઈ.
- સિંહ જીવનો જે દેવ, શ્રીમતીની વાત સાંભળી પછી પોતાના વિર્ભાગજ્ઞાનથી જાણ્યું. હજુ જન્મે બે ચાર દિન પણ ન થયા ત્યાં તો દેવે ત્યાંથી તે ગભરુ બાળાનું અપહરણ કરી લીધું. પૂર્વભવની પત્ની સાથે જિંદગી જીવતાં, પિતાએ કાઢી મૂકેલ તે વખતે આ પત્ની સાથે જ આવી હતી. તે બધું જ ભૂલી ગયો. પત્નીની ઉપર જરાયે દયા ન આવી. અપહરણ કરી બાળાને વિંધ્યાચલના પર્વતોની કંદરામાં ફેંકી દીધી. નિર્દય અને પાપીને હૈયામાં જરાયે કરુણા ન આવી. આકાશમાંથી ફેંકી દઈને ચાલ્યો ગયો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
થી ચંદ્રશેખર reણી શા)
૧૫n