________________
પૂર્વભવના કોઈક પ્રબળ પુણ્યયોગે આ બાળા તે કંદરામાં ઢગલાબંધ પડેલા વૃક્ષના પાંદડા ઉપર જઈ પડી. પડતાંની સાથે જ ફુલ જેવી બાળા મૂર્છિત થઈ. પર્વતની કંદરામાં ફૂંકાતા શીતલ પવનની લહેરમાં બાળા ભાનમાં આવી. ત્યાં તેનું કોણ રક્ષણ કરનાર હતું ? “જેને રામ રાખે તેને કોણ ચાખે ?’” પુણ્ય જાગતું હોય ત્યાં દુશ્મન પણ વાળ વાંકો કરવા સમર્થ નથી.
તે જ ટાણે સગર્ભા એક હરિણી ત્યાં આવી. બાળકી જયાં પડી હતી ત્યાં જ પોતે પોતાના બાળને જન્મ આપ્યો.
જંગલમાં દુષ્ટ
=
દેવે નાંખી દીધેલી બાળા. જે પાંદડાના ઢગલા ઉપર જઈ પડી. ગર્ભિણી હરિણીને ત્યાં આવવું. પોતાના બાળને તથા બાળકીને ઉછેરી રહી છે.
જન્મની પીડાને સહન કરતી તે હરણીને ખબર નથી કે મેં એક બાળને જન્મ આપ્યો કે બે બાળને ? સરળ હરિણી પોતાના જ બંને બાળ સમજી નીચી નમીને બંનેને સ્તનપાન કરાવતી હતી. તે સ્થાનમાં રહીને બંને બાળ મોટા થવા લાગ્યાં. જન્મતાં જ જંગલમાં મોટી થયેલી તે બાળાને પુણ્ય પસાયે કોઈનોય ભય કે ડર લાગતો
શ્રી ચંદ્રરોખર રાજાનો રાસ
૧૫૧