________________
ભાવાર્થ :
-
-ઃ દુહા ઃ
ચિત્રસેન મિત્ર રત્નસાર મંત્રીપુત્રની પાસે પહોંચી ગયો. રત્નસારે આવકાર આપ્યો. રત્નસાર - આવો ! આવો ! રાજકુમાર ! આમ અસૂરા ? આ શું ? તલવાર ને ઢાલ ?
રત્નસાર કુમારને આવી અવસ્થામાં જોતાં જ અચંબો પામ્યો. એકી સાથે બધા જ પ્રશ્નો પૂછી નાખ્યા. ચિત્રસેન મિત્રની પાસે બેઠો. રાજ્યસભામાં બનેલી બીના કહી સંભળાવી છેલ્લે કહ્યું.
ચિત્રસેન - મંત્રીપુત્ર ! હવે અહીંથી આજની રાત્રિએ અમે વતન છોડી, પરદેશ જવા નીકળી જઈશું; વળી પરદેશ જઈ ભુજાબળથી લક્ષ્મી ઉપાર્જન કરીશું. મારા અવગુણો જોઈ પિતાએ પાસે ન રાખ્યો. દેશવટો દીધો છે. કહ્યું છે કે
વ્યાધિ, વ્યસની, ફણીધર સર્પ, તેમજ ભિખારી વગેરે આ ચારથી ઘણા દૂર રહેવું. નજીકમાં પણ ન જવું. તે કારણે અમે આજ રાત્રિએ ચાલી નીકળશું મિત્ર ! તું અહીં સુખભેર રહેજે. મારી માતા પાસે તું અવરનવર આવતો રહેજે. મારી માની સંભાળ લેજે. જરૂર પડે તું સહાય કરજે. દરરોજ માતા પાસે આવતો રહેજે.
મિત્રના વચનો સાંભળી રત્નસાર બોલ્યો - હે મિત્ર ! મિત્રનો વિયોગ મારાથી સહન થશે નહિ. મિત્રવિયોગમાં આ શરીર કેટલા કાળ સુધી ટકશે ?
૨ે રાજકુમાર ! સુખદુઃખમાં સાથે રહે તે જ સાચા મિત્ર કહેવાય છે. હું તો તમારી સાથે જ આવવાનો છું. જેમ કે દેહ ત્યાં જ પડછાયો હોય છે. પડછાયો કયારેય ભિન્ન હોતો નથી. હું તારા વિના રહેવાનો નથી. હું તો તારી સાથે પડછાયાની જેમ રહેવાનો છું. કાર્ય અકાર્યની વિચારણામાં પણ સાથ દેવાનો. બધી વાતો તો મિત્રને કરવાની છે. ઉભયની પ્રીતિ કયાં સુધી પહોંચે?
બંને મિત્રો વાતો કરી એક વિચારવાળા બની તે રાત્રિએ બંને જણા સાથે નીકળી ગયા. નીકળવાના સમયે જ બંને મિત્રોને શુકનવંત શબ્દો સંભળાયા. શુભ શુકનની વાતો જીવનમાં મહત્વની હોય છે.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૧૬