________________
હવે તો કુમારે હદ મૂકી. નગરમાં રૂપાળી યૌવનવય પામેલી બેન દીકરીઓને પણ સતાવવા લાગ્યો. રૂપાળી રમણીય નાર જોતાં તેને જંગલમાં જબરજસ્તીથી લઈ જતો. ઉભટવેશે મર્યાદા ચૂકવા લાગ્યો. જંગલમાં જઈને તેઓની સાથે રંજન કરતો. મનગમતી ક્રીડા કરવા લાગ્યો. ઘણી સ્ત્રીઓને ધન આપી આપીને લઈ જતો.
રાજકુમારના અવિવેકી વ્યવહારથી નગરમાં ઘણો ઉહાપોહ થયો. નગરનારીઓ ઘરની બહાર જતાં બંધ થઈ ગઈ. નગરનું મહાજન રાજા પાસે પહોંચ્યું. રાજાને વિનવણી કરતા કહેવા લાગ્યા,
“હે કૃપાનાથ' ! આપ જેવા દયાળુ અમને શિરછત્રરૂપે મળ્યા. હમણાં તો અમારી ઉપર સિતમગાર વત્ય છે. ચંદ્રમાંથી અમૃત વરસવાને બદલે અગ્નિ વરસી રહ્યો છે.
રાજા - હે વ્હાલા નગરજનો ! એવું તે શું બન્યું કે અગ્નિ વરસવાની વાત નગરમાં ચાલે છે. મહાજન-રાજનું! આપના લાડકવાયા રાજકુમાર તો અગ્નિ સરખા થઈ બેઠા છે. અને તે અગ્નિદાહ દુનિયાને દુઃખી કરી દીધી છે. હે સાહિબા ! અમારી ઉપર અતિશય સ્નેહ વરસાવતા પુત્રવત્ આપે પ્રજાનું પાલન કર્યું છે. પરંતુ આપના પુત્ર મદોન્મત્ત હાથીની જેમ ઉન્માદી બન્યા છે. અમે નગરમાં શી રીતે રહીએ ? વળી રાજમાર્ગે આવતી જતી અમારી બેન દીકરીઓની કુમાર છડે ચોક છેડતી કરે છે. સ્ત્રીઓએ પાણી ભરવા જવાનું બંધ કર્યું છે. સૌ કોઈ કુમારથી ડરે છે. કુમારના આવા પ્રકારના તોફાનથી અમે સૌ હતાશ થઈ ગયા છીએ. હવે અમે કયાં જઈને વસીએ ? નગરમાં તો શી રીતે રહેવાય ? મહાજનની વાતો સાંભળી રાજા દુષ્પી થયો. પછી અમૃતરસથી ભરેલી વાણી વડે સચી, મહાજનને શાંત કર્યા. પછી ત્યાંથી સૌને વિદાય કર્યા. રાજા પોતાના આવા પુત્રના વિપરીત પરાક્રમોની વાતો સાંભળી વિચારવા લાગ્યો. રે પુત્ર? મારા ઉત્તમ અને ઉજ્વળ કુળને તું મેશનો કુચડો લગાડી રહ્યો છે વળી વિચારે છે કે, હું કોણ? મારું કુળ કયું? મારા પુત્ર તરફથી મારી પ્રજાને ત્રાસ? કુળને કલંકિત કરનાર કુપુત્રથી વંશ રહે તે શા કામનો? મારી વ્હાલી પ્રજા તેનાથી ત્રાસ પામી નગર છોડી દે. પરદેશ ચાલ્યા જાય? તે શું પરવડે? સોનાના આભૂષણ કાને પહેરતાં જો કાનની બુટ તૂટે તો, તે આભૂષણ શા કામના? ભાવિ વારસદાર રાજગાદીનો, પણ તેને હવે નગરમાં શું રખાય? કાલે જ વિદાય. દેશ નિકાલ જ કરવો પડે. રાજાએ મનથી જ નિર્ણય કરી લીધો.
બીજે દિવસે સમય થતાં રાજદરબાર ભરાયો. રાજાના હૈયે દુઃખનો પાર નથી. રાજા મંત્રી આદિ પરિવાર યુકત સભામાં બેઠા હતા. રાજ્ય સંબંધી કાર્ય શરૂ થયું. તેવામાં ચિત્રસેન રાજકુમાર રાજદરબારમાં આવ્યો. પિતાને પ્રણામ કર્યા. પોતાના આસને જઈને બેઠો. એ જ વેળાએ પિતાએ અવળુ મુખ રાખી પાનનાં ત્રણ બીડા રાજકુમારને આપ્યાં.
પાનનાં બીડાં હાથમાં પકડતાં કુમાર વિસ્મય પામ્યો. આ શું? અચિંત્યો ઉત્પાત ? કોઈ દિવસ નહીં
લી ડ્રોપ જાણો શા
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૬૬