________________
મદતમંજરી વર દેખવા, લોક ઘણા હોંશિયાર, તેણે નગરી શગારીને, આવ્યા રાજદુવાસ /૧રી વાસભુવન સુરભુવન સમ, દીધુ રહેવા તાસ; ઘતિ તિહાં સુખભા રહે, કરતાં લીલવિલાસ. //all એક તિ કુસુમોધાતમાં, વિજયસેન સૂરિરાય; સમવસર્યા મુનિમંડળે, પૂરવધર કહેવાય. ૧૪ વનપાલક મુખથી સુણી કુંવર કૃપાકિ જાય; સૂરિવેદી દેશના સુણે, બેસી યથોચિત થાય. પણ
ભરૂચ નગરે
- દુહા :ભાવાર્થ :
શ્રી “ચંદ્રશેખર રાજાનો રાસ” તે મહાપુરુષની ચાલતી આ કથાના બે ખંડ - ઢાળ ૨૦ સમાપ્ત થઈ. હવે કવિરાજ ત્રીજો ખંડ શરૂ કરે છે.
“શ્રી શુભવિજયજી મ.સા. મારા આરાધ્ય ગુરુદેવ છે. આ મારા ગુરુ જગતમાં વિખ્યાત છે. દેવસમ મારા ગુરુના સ્મરણ માત્રથી સુખ ઊપજે છે. મારા દેવસમાં ગુરુનાં નામમાં રહેલા સાત અક્ષર, તેનો જાપ કરતાં જગતના જીવો સુખ શાંતિ તેમજ સમાધિને પામે છે.
પરમતારક શ્રી “શંખેશ્વરદાદા” મારા દેવ, શ્રી “શુભવિજયજી મ.સા. મારાગુરુ. આ બંને તારક તત્વ પૂર્વની પુણ્યાઈ વડે મને મળ્યા છે. તેઓની અસીમકૃપાએ મેં આ રાસનો અખંડરસથી બીજોખંડ, મનના ઉત્સાહ આનંદથી પૂર્ણ કર્યો.
હે શ્રોતાજનો! દેવગુરુની કૃપાથી હું હવે, ત્રીજો ખંડ કહુ છું તમે સાંભળો. જો શ્રોતાગણનો સમૂહ હોય, અને તે સૌ શ્રોતાઓ કથા કહેનાર વક્તા સામે નજર રાખી એકાગ્ર ચિત્તે જો સાંભળે તો તે ચરિત્ર સાંભળવામાં આનંદ રહે. જેમકે ચંદ્રમાંથી ચાંદની રૂપ અમૃત ઝરતાં કમળોનું વન (બગીચો) વિકસિત થાય છે તેમ.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૬o