________________
- દુહા :- ભાવાર્થ -
રાજકીર પોપટ વળી તે વાત આગળ કહે છે -
જે મુનિની નિંદા કરે, શ્રુતવાન શ્રત ભણેલાની અવહેલના કરે, વળી મુનિની હત્યા કરે, તો ઘણા પાપો બાંધે છે. તે પાપો ભોગવવા આ સંસારમાં ઘણા જન્મ-મરણ પામે છે. વળી જો અંતે ક્રોધ કરે તો તેની સમાધિ ટકતી નથી. સમાધિ દૂર જાય, પરમાધામીના વશમાં આવી પડે અને ઘણું કષ્ટ અને લેશ પણ પામે.
સિંહકુમાર મુનિની હત્યા થકી, અને શ્રીમતી ઘણા ક્રોધ થકી, બંને જીવો પહેલી નરકમાં સાગરોપમના આયુષ્યને ભોગવવા ચાલ્યા ગયા. દુઃખને વેઠતાં પાપને ધોતાં આયુષ્યને ખપાવવા લાગ્યા.
હે કુમાર ! જ્ઞાની ભગવંત વિના આ વાત કોણ કહે? જેઓ પર ઉપકાર કરી રહ્યા છે તે ઉપકાર કેમ ભૂલાય?
પોપટ બોલતાં થાકી ગયો. વિસામો ખાવા લાગ્યો. થોડી જ વારમાં કુમાર કહે - હે રાજકીર ! હવે આગળ વાતનો અધિકાર કહો!
-: ઢાળ - અગિયારમી :(ઊંચો મહેલ ચણાવો, ઝરુખે માળીયાં મારા લાલ... એ દેશી.) (શાસન નાયક શિવસુખ દાયક જિનપતિ મારા લાલ... એ રાગ.) કેવલી કહે સુણ બેયર ! નરકથી નીસરી માહર લાલ; સિંહ કુંવર નંદીપુર બ્રાહ્મણ ભવ કરી. મા. તપસ્વી ત્રિછી અલ્પાયુ મરણે ગયો; મા. જયોતિષયકે ક્રોધભર્યા નિર્જર થયો. મા..ll કોઇક કેવલી પાસે તિજ પરભવ સુયો; મા. ક્રોધ ભર્યા એ ચિંતે પ્રિયાએ મુજ હણ્યો; મા.
હિ)
(શી રોડ જયો મા )
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૪૫