________________
ઘણો ઘણો ભણાવ્યો.
એકદા નગર બહાર ઉદ્યાનમાં, આકાશમાંથી દેવોનો સમુહ ઊતરતો જોઈ વનપાલકે તપાસ કરી. તો મુનિભગવંત જોયા. તે મુનિ ભગવંતને તે વેળાએ કેવલજ્ઞાન ઉત્પન્ન થયેલું, તે જાણી દેવો સઘળા કેવલજ્ઞાન મહોત્સવ કરવા મુનિભગવંત પાસે આવતા હતા. તે જ વેળાએ વનપાલકે મુનિભગવંતને ઓળખી લીધા, પોતાના સ્વામી હતા. ભૃગુરાજાના પિતાશ્રી હતા.
વનપાલકે ઊતાવળે રાજમહેલમાં જઈ વધામણી આપી કે હે સ્વામી ! સાંભળો ! આપના પિતામુનિ ભગવંત ઉદ્યાનમાં પધાર્યા છે. ત્યાં તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે.
વાત સાંભળતા રાજા ઘણો આનંદ પામ્યો. વધામણી આપનાર વનપાલકને ઉચિત ભેટલું આપી વિદાય કર્યો. તરત જ પિતામુનિને વાંદવા માટે રાજપરિવાર સાથે, મને સાથે લઈ રાજકુંવરી પણ પિતા સાથે ઉદ્યાનમાં આવી. નગરમાં આ સમાચાર મળતાં પોતાના માલિકને વંદન કરવા નગરજનો પણ આવવા લાગ્યા.
દેવોએ રચેલા કમળ ઉપર મુનિભગવંત બિરાજ્યા છે. ત્યાં રાજા-પરિવાર નગરજનો આદિ સૌએ વિધિવત્ વંદન કર્યું અને નમન કરી સૌ ઉચિત જગ્યાએ ઉપદેશ સાંભળવા બેઠાં.
તે જ અવસરે આકાશમાર્ગ થકી બે વિદ્યાધરો મુનિભગવંત પાસે આવ્યા. નમન વંદન કરી પૂછવા લાગ્યા. હે ભગવંત ! સા ! કા ! તે કોણ ? આશ્ચર્યથી પૂછ્યું ?
મુનિભગવંત જવાબ આપતાં, પહેલા, ભૃગુરાજાએ વચમાં જ વિદ્યાધરને પૂછ્યું - તમે કહો છો તે કોણ ? મને સમજાયું નહિ. તે કોણ ? એટલે શું ?
વિદ્યાધર - હે રાજન્ ! અમે સમેતશિખર ઉપર રહેલા જિનેશ્વર ભગવંતના દર્શન વંદન પૂજન આદિ કરીને તે યાત્રા પૂરી કરી. પાછા વળતાં અમે શ્રી શત્રુંજય જવા નીકળ્યા. ત્યાં રસ્તામાં જતાં અમે એક આશ્ચર્ય જોયું. નર્મદા નદીના દક્ષિણ કિનારે મૃગલાઓનું મોટું ટોળું જોયું. જે ટોળામાં સસલાઓ, વાંદરાઓ વગેરે ઘણા પશુઓ હતા. તે ટોળાની મધ્યે એક તરુણ વયે પહોંચેલી મદભરી ચાલે ચાલતી, નવયૌવના બાળા જોઈ.
આ આશ્ચર્ય જોઈ અમે તેની પાસે પહોંચ્યા, પૂછ્યું - હે બાળા ! તું એકલી આ જંગલમાં કેમ ભટકે છે ? અમને જવાબ પણ ન આપ્યો. અમારી સામે પણ ન જોયું. અમારાથી ભય પામતી, પશુઓ મધ્યેથી તરત નાસવા લાગી. અમે જોતાં જ રહી ગયા ને તે બાળા પળ બે પળમાં તો અદ્રશ્ય થઈ ગઈ.
અમે બંને વિસ્મય પામ્યા. અમે તો અમારા માર્ગે આકાશમાં ચાલી નીકળ્યા. સંશય ભરેલા અમે જતા હતા. તેવામાં કેવલી ભગવંતને જોયા. વંદનાર્થે આવ્યા. અમારો સંશય પણ ટાળવા આવ્યા. જ્ઞાની મળતાં અમે પૂછ્યું, હે ભગવંત ! તે કોણ ? એક સમયમાં ત્રણે કાળના ભાવોને જે જાણે છે. તો વળી તે જ્ઞાની આ બાળાને
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૧૪૨