________________
રહેતો હતો. વનફળ ખાતાં, નદી, ઝરણાંના પાણી પીતાં કલરવ કરતાં પંખીડાં પોતાનું જીવન આનંદથી પસાર કરતાં હતાં. તેમાં આ મોટા પોપટની પત્ની મેનાએ એક પુત્રને જન્મ આપ્યો. બાલપોપટનું લાલન-પાલન કરતાં પોપટ પુત્ર મોટો થવા લાગ્યો. હવે તેને પાંખ આવતાં ધીમે ધીમે એક ડાળીએથી બીજી ડાળીએ ઊડતાં શીખ્યો હતો. પોપટ-મેના તે બચ્ચાંનું રખોપું કરતા. સમય થતાં બાલ પોપટ યૌવનવય પામતો મોટો થયો.
એકદા ગ્રીષ્મકાળમાં કાળઝાળ ગરમી હતી. આ યૌવન પોપટને ઘણી તરસ લાગી. પાણી ન મળતાં કંઠ તાલુ શોષાવા લાગ્યાં. તેથી પાણીને માટે જતાં આ પોપટ એક વૃક્ષની છાયામાં શીતળતા લાગતાં ત્યાં ગયો. માતા પિતા વડલા ઉપર બેઠાં હતાં. હવે જાતે ઊડતો શુકસુત દૂર તરુવરની શીતળતાએ જઈ પહોંચ્યો. માતા પિતાની નજર બહાર નીકળી ગયો. તેવામાં દૂર કોઈ એક શિકારીએ આ સુંદર મઝાનો પોપટ જોયો. દોડીને પોપટ પકડી લીધો. પોપટ હાથમાં આવતાં જ આપેડી પોતાના રસ્તે પડ્યો. આહેડીના હાથમાં આવી ગયેલો પોપટ થરથર ધ્રુજવા લાગ્યો. પણ કરે શું? કેવી રીતે છૂટી શકે? બિચારો પોપટ માતા પિતાથી વિખૂટો પડી ગયો.
સુંદર મઝાના પોપટને જોઈ આહેડીએ હરખાતાં હરખાતાં તે જંગલમાં રહેલા પલ્લીપતિને ભેટ ધર્યો. રૂડો રૂપાળો નીલવર્ણનો પોપટ જોઈ પલ્લીપતિ પણ આનંદ પામ્યો. પ્રેમથી તેનું જતન કરવા લાગ્યો. મઝાના પિંજરમાં રાખ્યો છે. પલ્લીપતિએ લાડથી એ પોપટનું નામ “રાજકીર” રાખ્યું. થોડા દિન પોતાને ત્યાં રાખીને આનંદ માની લીધો. ત્યારપછી નજીકમાં ભરૂચ નગરના રાજા ભૃગુનૃપને ત્યાં મોકલી આપ્યો. તે રાજાને ત્યાં આવેલો રાજકીર પોપટ તે જ હું આ તમારી સામે બેઠો છું.
કુમાર તો પોપટની વાત સાંભળવામાં તલ્લીન બની ગયા છે. જયારે પોપટે કહ્યું કે હું તે જ પોપટ, ત્યારે કુમાર ઘણું આશ્ચર્ય પામ્યા.
કુમાર - હે રાજકીર પોપટરાજા ! કયાં ભરૂચ? કયાં તમે અહીં ?
રાજકીર - કુમાર ! ભૃગુ રાજાની રાજસુતા મદનમંજરી છે. રાજાએ પોતાની કુંવરીને રમવા માટે મને આપ્યો. હું તો પિંજરમાં જ, બધે ફરવા લાગ્યો. ત્યાર પછી મદનમંજરીના મહેલમાં મારો રહેવાનો વાસ થયો. દરરોજ મારી સાથે રાજકુંવરી રમતી. મને બોલાવતી. રમાડતી, ખવડાવતી હતી. ધીમે ધીમે મને ભણાવવા પણ લાગી. ભણતાં ભણતાં મને વિવેક વિનય આદિ શીખવાડ્યો. થોડા જ દિનમાં બુધ્ધિશાળી કુંવરીએ મને શાસ્ત્રના પાઠ પણ શીખવાડ્યા.
ઉપકારી કુંવરીએ મને સ્થાવર જંગમની ઓળખ કરાવી. વળી ઘોડો, હાથી, સ્ત્રી, પુરુષ વગેરેના લક્ષણો જેમાં ભર્યા છે, તેવા શાસ્ત્રનો અભ્યાસ પણ કરાવ્યો. નીતિશાસ્ત્રના પાઠ પણ ભણાવવા લાગી. વળી મને જૈન ધર્મ સમજાવ્યો. હું જૈનધર્મ પામ્યો. ભવરૂપી સમુદ્રને તરવા માટે માર્ગ બતાવ્યો. એ કુંવરીએ મને
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૪૧