________________
અધમ એવો હું મને કોઈએ મિત્ર તરીકે પણ ન ગણ્યો. કોઈ મારો મિત્ર પણ ન થયો. આજ દિન સુધી હું એકલો જ ભટક્યો છું. મને કોઈનો સાથ સહકાર ન મળ્યો. ભટકતાં મને શાંતિ પણ ન મળી. દુર્જનની સંગતિ કોણ કરે?
હવે સોમ પોતાના પાપ ઉપર પારાવાર પસ્તાવો કરે છે. કરેલા કામો પર ધૃણા પેદા થઈ. હવે પરમાત્મા પાસે પોતાના પાપનો એકરાર કરે છે. ચોધાર આંસુએ રડતો પાપને પખાળી રહ્યો છે. કંઈક શાંત થતાં પ્રભુને કહે છે - હે કરુણાસાગર ! હે પરમાત્મા ! મને આજે આપે દર્શન આપ્યા. આ એકાંત સ્થાનમાં તમારા દર્શનથી મને ઘણો જ આનંદ થયો છે. હવે તમને છોડીને કયાંયે જઈશ નહિ. આ જંગલમાં રહી તારી ભકિત કરીશ. તાપસ પેઠે રહીને તારી સેવા કરીશ. હે ભગવન્! આજે મારા ભાગ્ય ફળ્યા, જે આવા જંગલમાં પણ તારું દર્શન પામ્યો. હે પરમેશ્વર ! તારી ભકિત કરતાં હું દુઃખથી મુકત થઈશ. તારી ઉપર શ્રધ્ધા છે કે હું જરૂર હવે સુખી થઈશ.
હે ભગવન્! તમારું નામ જાણતો નથી. તમારુ ગોત્ર પણ જાણતો નથી. છતાં નિશ્ચયથી કહું છું કે આપ ભગવાન છો. જળ અને પુષ્પોથી ભગવાન પૂજાય છે તેવી ખબર છે. તેથી હું પણ તમારી જળથી અને પુષ્પોથી પૂજા કરીશ, અને વનમાં રહેલા ફળફળાદિ ખાઈને મારો નિર્વાહ કરીશ.
જીવન પરિવર્તન થયું. આ પ્રમાણે પ્રભુ પાસે વાતો કરતાં વળી આગળ કહે છે કે હે સાહિબ ! હું અજાણ્યો છું. આપનું રહેઠાણ આ સુંદર સરોવર તીરે રહેલા વનમાં છે. આપ તો મને ઓળખતા હશો. મારા પાપો ધોવા માટે આપની પાસે રહી આપની સેવા કરીશ. મારી આ આશા જરૂર ફળશે.
આ પ્રમાણે કહી સોમે પરમાત્માને ઊંચા આસને પ્રેમથી લઈને બેસાડ્યા. ચિંતામણી સરખા દેવની પૂજા દરરોજ કરવા લાગ્યો. તમારી પૂજાનું ફળ જે મળતું હોય તે મને પણ જરૂરથી મળજો. બસ હું બીજુ કંઈ જ માંગતો નથી.
-: ઢાળ નવમી :
(માડી આંબાના વડ હો, ભર્યા સરોવર લહેરો લીયે રે.... એ દેશી)
| (વા'લો વસે વિમલાચલે રે... એ રાગ).
સોમદેવ કરે જિનસેવ, પણ અરિાને નવિ ઓળખે રે, ભદ્રિકપણે ભકિત કરવ, વનફળ માધુરતા ભખે રે; નિશક્તિ ધરતો પ્રભુ ધ્યાન, વન વસતો તપસી પરે રે, જાણે પામ્યો પમ વિધાત, મહા પ્રભુ રખે કો હરે રે. 1/1/
(શ્રી ચંદ્રશેખર રાજાના રાસ)
૧૨૯