________________
એ લાલચે એક મોટો પત્થર લઈને મંદિરમાં પહોંચ્યો. પછી દેવીને કહેવા લાગ્યો - હે દેવી ! મને દ્રવ્ય જોઈએ છે, દ્રવ્ય આપ નહિ તો આ પત્થરથી તારા ટુકડા કરી નાખીશ.
ભય પામેલી દેવી કહે - હે જુગારિયા ! આજે તો તને આ રત્નનો હાર આપું છું. સોનાથી મઢેલો રનનો હાર સોમના હાથમાં આપતાં વળી કહેવા લાગી - હે દ્વિજ ! હવે ફરીથી જો મારી પાસે કંઈપણ માંગીશ તો તને હણી નાખીશ. તારા પ્રાણ હું લઈ લઈશ.
સોનાનો હાર હાથમાં આવતાં જ સોમ બ્રાહ્મણ ઘણો હરખાયો. હાર લઈને વળી જુગારની લતે, વ્યસને જુગારિયાની ટોળીમાં ભળી ગયો. સો સોનૈયા ગુમાવ્યા. સોનાનો હાર પણ જુગારમાં ખોયો. હાર્યો જુગારી બમણું રમે. ઘણું રમ્યો. પણ હવે દ્રવ્ય પાસે નથી. તો શું કરે? પોતાની શેરી, જુગારિયાનો અડ્ડો ને છેલ્લે પોતાનું ગામ છોડી દઈ, ધન કમાવાની આશાએ પરદેશ ચાલી નીકળ્યો.
સોમ ગામ છોડી ચાલ્યો જાય છે. વન - જંગલ - નદી - તળાવ - પર્વત આદિ વચમાં આવતાં જોતો જોતો જાય છે. ભૂખ લાગે ત્યારે વનફળ આરોગી લેતો. નદી સરોવરના પાણી પીને તરસ દૂર કરતો. ચાલતાં ચાલતાં ઘણુ ચાલ્યો. કેટલાક દિવસ પછી વિંધ્યાચલની અટવી આવી પહોંચ્યો. - એકલો અટૂલો સોમ હવે પોતાના મનમાં ચિંતવવા લાગ્યો. રે મૂર્ખ! જન્મારો ભીખ માંગી માંગીને પૂરો થવા આવ્યો. સુખનો દહાડો એક પણ મને જોવા ન મળ્યો. અને મળવાનો પણ નથી. તો હવે શું કરું? વિચારતો વિચારતો બિચારો પોતાના નસીબને રડતો જાય છે.
ઉનાળાના દિવસો આવ્યા. ભટકતા સોમને હવે તો ભૂખને તૃષા બહુ સતાવે છે. તેને સહન કરતો વિંધ્યાચલની અટવીમાં ચાલ્યો જાય છે. વૈશાખ માસના ધોમ ધખતા તાપને સહન કરતાં બ્રાહ્મણ સોમે સુંદર સરોવર જોયું. સરોવર જોતાં હરખ પામ્યો. સરોવરીયા પાળે આવી બેઠો. થોડો વિશ્રામ લઈને પહેરેલા વચ્ચે પાણી ગાળીને પીધું અને વનફળ લઈને ખાધાં. આ વડલાના વૃક્ષ નીચે આરામ કર્યો. વળી આગળ જવા માટે ઊભો થયો. ત્યાં તો તેને સરોવરની પાળે લતામંડપ જોતાં જ ત્યાં પહોંચ્યો. લતાના એ બાગમાં લતાઘર જોતાં તેમાં પેઠો. લતાઘરમાં રત્નની નાની પ્રતિમા જોઈ. રત્નની હોવાથી તેની જયોતિના ઝગઝગારા કરતી આ પ્રતિમા હસતી જોઈ, સોમ આનંદ પામ્યો. પ્રતિમા જોતાં જ તેનો સઘળો થાક ઊતરી ગયો.
રત્નપ્રતિમા અતિ સુંદર સોહામણી પ્રથમ નિણંદ શ્રી આદિશ્વર દાદાની હતી. પ્રભુને ઓળખતો નથી. બિચારો કયાંથી ઓળખે? પણ આ કોઈ દેવ છે, કોઈક ભગવાન છે, માની લીધું. પ્રતિમા મનમાં વસી ગઈ. બે હાથ જોડી પ્રણામ કર્યા.
આ પ્રમાણે બીજા ખંડને વિષે આઠમી ઢાળ અમૃત સરખી વાણીથી શ્રી શુભવીર વિજયજીએ કહી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૨૭