________________
ભુખાવળા સોમને જયારે ખાવા ન મળતું ત્યારે તે ગુસ્સામાં અસુરી દેવીની મૂર્તિ ઉખાડી નાખી. ભિક્ષાવૃત્તિમાં લોટ મળ્યો હતો. મંદિરમાં જલતા ઘીના દીવામાંથી ઘી લઈને લોટમાં નાખીને રોટી બનાવી ખાવા લાગ્યો. અસુરી દેવીના મસ્તક ઉપર પગ મૂકી ભોજન કરતો. વળી તેને હેઠે નાખી પછી પૂંઠ કરીને પણ જમતો હતો.
સોમની ચેષ્ટાઓ જોઈ, દેવી ક્રોધાયમાન થઈ અને લાલચોળ જીભ બહાર કાઢી, ભયંકર રૂપને ધારણ કરીને સોમને ડરાવવા લાગી. પણ સોમ જરાયે ડરતો નહોતો. બહાર કાઢેલી જીભ ઉપર સોમ થૂ થૂ કરીને થૂંકવા લાગ્યો. રાત પૂરી થઈ. સવારે સોમ ત્યાંથી ચાલી ગયો, પણ આ દેવી જે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને જીભ બહાર કાઢી હતી તે તેમ જ હતી. જીભ પણ પોતાના મોઢામાં પાછી નહોતી લીધી.
સવાર થતાં લોકો રોજની જેમ આ મંદિરે દર્શન કરવા આવ્યા. આવા સ્વરૂપવાળી માતાને જોઈને સૌ ડરી ગયા. ડરના માર્યા દેવીને વંદન કર્યા વિના ઘર ભણી ચાલ્યા ગયા.
સૌ નગરજનો ભેગા થઈ વિચારવા લાગ્યા. માતા ક્રોધાયમાન થયા છે. જરૂર નગરનું આ અપમંગળ છે. અપમંગળને ટાળવા લોકો ભેગા થઈને જાત જાતના નૈવેદ્ય ધરવા લાગ્યા. છતાં દેવી શાંત ન થઈ. જીભને પોતાના મોઢામાં પાછી ન સંહરી.
સોમ આ નગરમાં આટલો મોટો થયેલો ઉપદ્રવ જોઈ કહેવા લાગ્યો - હે નગરના લોકો ? તમે સાંભળો ! મને સો સોનૈયા આપો, તો આ દેવીના ચાળાને હું દૂર કરું.
લોકોએ સોમની એ વાત સ્વીકારી લીધી. સોમને તો જુગાર રમવા ગમે ત્યાંથી પૈસા જ જોઈતા હતા. સો સોનૈયા મળશે. તેથી હર્ષ પામેલો સોમ તે રાત્રિને વિષે આશાપુરી માતાના મંદિરમાં રહ્યો. ઘડી બે ઘડી રાત વીતી હશે ત્યાં તો સોમે દેવીને કહ્યું - હે રાંડ ! તું આ શું કરે છે ? આ તારા પાખંડીપણાને છોડી દે. તારી આ જીભ જે બહાર કાઢી છે અને લોકોને બીવરાવે છે તો તે જીભ તારા મોઢામાં પાછી ખેંચી લે. જો નહિ લઈ લે તો સાંભળ ! આ સાંબેલાથી તારા ટુકડે ટુકડા કરી નાખીશ.
બ્રાહ્મણ સોમની વાત સાંભળી, દેવી ભય પામી. તરત જ જીભ મોઢામાં પાછી લઈ લીધી. ત્યાર પછી શેષ રાત સોમ ત્યાં નિરાંતે ઊંઘી ગયો. સવાર થતાં નગરવાસીઓ મંદિરે આવવા લાગ્યા. માતાની જીભ બહાર લટકતી નહોતી. ત્યાં જ સોમે લોકો પાસે સો સોનૈયા માગ્યા. નગરજનોએ હર્ષિત થઈને સોમના હાથમાં સો સોનૈયા આપી દીધા.
સોનૈયા લઈને હરખાતો સોમ વળી જુગટું રમવા જુગારિયા ભેગો જઈ ભળ્યો. જુગાર રમતાં દ્રવ્ય જાય પણ ખરું ને વળી કયારેક જીતી પણ જાય.
વળી એકદા સોમ દેવી પાસે પહોંચ્યો. તે જાણતો હતો કે દેવીને ધમકી આપતાં દેવી મને દ્રવ્ય આપશે.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૧૨૬