________________
કુમારની વાત સાંભળતાં જ જવાબ આપવાને બદલે તે કન્યા કુમારને જોતાં જ ભય પામી, ચંચળ નેત્રવાળી થઈ, લતાઘરમાંથી નીકળી જઈ નાસવા લાગી.
તેને જતી જોઈને પોપટ બોલ્યો - રે બાળા ! આ શ્વાપદ નામનું પ્રાણી નથી. આ મનુષ્યજાતિનો માનવ છે. તું મનમાં શા માટે ભય ધારણ કરે છે ? હે બાળા ! મનમાંથી ભયને દૂર કર. રસ્તે જતાં આ મુસાફર આપણને ભેગા થયા છે તેથી આગતા-સ્વાગતા કરવી જોઈએ.
બિચારી એણિકાએ પોતાના જીવનમાં કયારેય માનવને જોયો નથી. તેથી ભય પામે ને ? પોપટના કહેવાથી આ બાળા શરમ સાથે, ઘણા ભયથી ધ્રૂજતા શરીરે પૂછ્યું - આપ કયાંથી આવ્યા ? કયા દેશમાં જવાના છો ! આપ અહીં બેસો - આરામ કરો.
બાળાની વાતનો જવાબ આપવા કુમાર તે વૃક્ષ હેઠે પાંદડા ઉપર બેસતાં કહેવા લાગ્યો - હે બાળા ! અમે દૂર દૂર દેશથી આવીએ છીએ અને આગળ દક્ષિણે થઈને ઉત્તરમાર્ગે જવાની ભાવના છે. તે સાંભળીને બાળાએ પોપટ સામે જોયું. પોપટે કહ્યું હે એણિકા ! મહેમાન માટે ફળ અને પાણી લઈ આવ.
તે
A :
પોપટના વચનથી રાજકુમારનું સ્વાગત કરતી એણિકા. જળ-ફળાદિ ગ્રહણ કરતો રાજકુમાર. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૧૩૬