________________
શઠ સાથે અમે શઠતા કરું રે લો, દેઉં સયણને માન વિશેષ જો; પાંખો વિચ્છેદન તે કરી રે લો, તો મેં તુજ મસ્તક કેશ જો. ર૪ શુક ઊડી ગયો શ્રેષ્ઠી ઘરે રે લો, કરી ધર્મ ગયા હોય સ્વર્ગ જો; પિતા પુત્ર થઇ નરભવ લહી રે લો, હણી કર્મ ગયા અપવર્ગ જો. પણ કહે ચંદ્રશેખર સુણ ભૂપતિ રે લો, સુણી વાત ન રાખશો રોષ જો; ખંડ બીજાની ઢાળ એ સાતમી રે લો, શુભવીરનો નહિ કોઇ દોષ જો. છો
૧ - પગરખાં, ૨ - હોંશિયાર, ૩ - આસિા નજીક, ૪ - સસલો, ૫ - મૃતક મનુષ્યની ખોપરીની માળા.
શાણો શકરાજ
-: ઢાળ-૭ :ભાવાર્થ
રાજકચેરીએ બેઠેલા રાજા અને કુમાર વાતોએ ચડ્યા છે. વાતમાં વાત વાદમાં ગઈ. કુમારે શઠની સામે શઠતા વાપરી છે. તે પૂરવાર કરવા એક કથા કહેવા લાગ્યો. કુમાર મનમાં સમજી ગયા. આ તો મારી સામે વેર શું થયું. પોતાની પત્ની રતિસુંદરીને હરણ કરી લઈ ગયેલો ને પોતાની પત્ની બનાવવાનો પ્રયત્નો કરતો તે મારો દુશ્મન તેનું વચન ચેં વિસરાય?
કહ્યું છે કે દુશ્મન અને કાંટો બંનેની ગતિ એક હોય છે. આપણી પાસે બળ હોય તો દુશ્મનને ડામવો હરાવવો જોઈએ. સામે થાય તો તેનું બળ ઓછું કરી નાખવું જોઈએ. અને કાંટાનું મુખ પગરખા (જોડા) થી ભાંગી નાખવું જોઈએ. જેથી બંને નાશ થાય. નહિ તો તે બંનેથી દૂર રહેવું જોઈએ.
લક્ષ્મીપુર નામે નગર હતુ. અજિત નામે રાજા રાજ્ય કરતો હતો. તે જ નગરમાં ધનદત્ત નામે નગરશેઠ હતો. જે રાજાનાં ઘણાં કામો કરતો હતો. શેઠ પોતાનું દ્રવ્ય દયાધર્મ તથા તીર્થદાનમાં જ મોટે ભાગે વાપરતો હતો. વળી દેવગુરુધર્મ પાછળ પણ ધન વાપરતો હતો.
આજ નગરમાં નગરની વેશ્યા શ્રીમતી રાજાની સભામાં એકદા નૃત્ય કરવા આવી. રાજનર્તકી રાજસભામાં નૃત્ય કરે છે. જે નૃત્ય જોતાં રાજા-પ્રધાન વગેરે આનંદ પામ્યા. તે વેશ્યાને ઘણુ માન આપીને નૃત્યના બદલામાં દાન પણ મોટું આપ્યું. પણ બાજુમાં બેઠેલા શેઠ કંઈ જ આપતા નથી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૧૩