________________
ઉપર અપાર પ્રેમ છે તેથી મને ત્યાં જવાની ભાવના છે.
તે જ અવસરે વેશ્યા શું કરે છે તે જોવા પેલો પોપટ મૂર્તિની પાછળ સંતાઈને જોતો હતો. વેશ્યાની માંગણીની વાત સાંભળી પોપટ કહેવા લાગ્યો - રે સુંદરી! મારી વાત પર વિશ્વાસ હોય તો સાંભળ! જે વૈકુંઠમાં દેવ દેવી સેવા કરે છે ત્યાં તારે જવું છે. હું તને ત્યાં જરૂર મોકલી આપીશ.
વેશ્યા - હે ભગવન્! તારી કૃપાનો પાર નથી. તમે મને વૈકુંઠમાં મોકલો છો તે માટે હું તમારાથી વેગળી હવે નહીં રહું.
વિષ્ણુ હરિ (પોપટ) કહે - રે સુંદરી ! માથું મુંડાવીને પછી તું મારે ત્યાં આવ. હું તને એક મંત્ર આપું છું. તે મંત્રનો ઘરે જાપ કરો. ગળે રુંઢની માળા રાતભર રાખજો. સાથે મંત્રનો જાપ કરજો. માથે મુંડન કરાવી નાચતાં નાચતાં રાજમાર્ગે થઈને રાજાને ત્યાં દરબારે જજો. રાજાને કહેજો કે અમને વૈકુંઠ જોવાની હોંશ છે. તે કારણે અમે અહીં તમારે ત્યાંથી વિષ્ણુ મંદિરે થઈને વૈકુંઠ જઈશું. રાજાને વધામણી આપી, પાછા વળતાં રાજમાર્ગે નાચતાં, ગીત ગાતાં ઘણા લોકોની સાથે અહીં આવજો. ત્યારપછી તમને વૈકુંઠમાં વાસ કરાવીશ.
વેશ્યા - ભલે! ભલે ! વિષ્ણુ ભગવાન ! હું આ રીતે આવીશ. મને આપ મંત્ર આપો. વિષ્ણુ ભગવાન રૂપે પોપટ કહે - સાંભળ! મંત્ર બોલુ છું.
“ૐ રુંઢ મૂંડ ગડબડ ગોટી થાઉ મોહીટી,
નારાયણાય નમઃ ફુટુ ફુટુ સ્વાહા // વેશ્યાએ મંત્ર સાંભળી કંઠસ્થ કરી લીધો. મંત્ર લઈ ઘરે આવી. પછી હજામને બોલાવ્યો. માથું મુંડાવી દિવસ અને રાત મંત્રનો જાપ કર્યો. સવારે નાહી ધોઈ, શરીરે સોનાગેરૂ લગાડી, ભગવાં કપડાં પહેરીને રાજદરબારે ચાલી.
રસ્તામાં નાચતી, ગાન ગાતી, રાજમાર્ગ ઉપર જતી, વેશ્યાને સહુ જોવા ભેગાં થયાં. હરિની પૂજા કરવા જતાં રાજદરબારે ગઈ. રાજાને વાત જણાવી દીધી. રાજદરબારે બેઠેલા બધા આશ્ચર્ય પામ્યા. ત્યાંથી વેશ્યા નાચતી, ગાન ગાતી, વિષ્ણુ મંદિર જવા નીકળી. તમાસાને તેડું હોય? ન જ હોય. વેશ્યા પાછળ ગામનું લોક ટોળે વળી જોતાં જોતાં સી વિષ્ણુ મંદિરે આવ્યાં.
વેશ્યા - હે હરિરાજ ! તમે કહ્યું તે બધી જ ક્રિયા કરીને આવી. હવે ચાલો વૈકુંઠ દેખાડો.
તે જ વખતે પેલો પોપટ મૂર્તિ પાછળથી નીકળી સામે ઝાડ ઉપર જઈ બેઠો. અને કહેવા લાગ્યો રે વેશ્યા ! મુર્ખ ! જીવતાં વૈકુંઠ જોવા મળે? પોપટને બોલતો સાંભળી વેશ્યા અને સાથે આવેલા લોકો ઝાડ ઉપર પોપટ સામે જોવા લાગ્યા.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૧૬