________________
કુંવર યક્ષાલય
વિલોકી
પાછળ
ચિંતવે,
રહી,
કોઇક જોવે
કૌતુક પછm
એહ દેહ. /૧ol
1 - શ્રેરણ. ૬ - કમળ. : - તોપથી દવા કુલ 8 - કમ ૧૫૧, ૫-સરોવર તરફ.
-: દુહા :
ભાવાર્થ -
આ પ્રમાણે શઠની કથા કહી. પછી કુમાર મનમાં વિચારવા લાગ્યો. હવે અહીં રહેવું તે મારા માટે હિતાવહ નથી. આ રાજાના મામાની કન્યાનું અપહરણ કર્યુ છે. તેથી હું આ રાજાનો દુશ્મન થયો. જેમ કે બ્રાહ્મણ સર્પના પૂંછડા છેદવાનો વિચાર મનમાં કર્યા કરે, પછી સર્પનું અહિત થાય, તેમ આ દુશ્મન રાજાની પ્રીત હવે ભાંગી પડશે. હવે તે મને સ્નેહથી બોલાવશે નહિ. તો તેની સાથે રહેવાથી શું? તે કારણે હવે અહીંથી પરદેશ ચાલ્યા જવું એ જ શ્રેયકર છે.
આ પ્રમાણે વિચારી તે રાત્રિને વિશે કુમાર ત્યાંથી કોઈને પણ કહ્યા વિના છાનોમાનો નીકળી ગયો. રસ્તામાં જતાં ગિરિ-પર્વત-નદી-વનને જોતાં કુમાર વિંધ્યાચલના ઉપવનમાં આવ્યો. ઉનાળાની ઋતુ, વૈશાખ મહિનાના તડકા, ડુંગરાળ ભૂમિ તપેલી હતી. માથે મધ્યાહ્ન તપતો સૂર્ય, પૃથ્વીને પણ તપાવી રહૃાો હતો.
ગ્રીષ્મકાળના તડકાએ કુમારને તરસ અને ભૂખ બંને ભેગાં કરી દીધા હતા. સુંદર ઉપવન જોઈને આનંદથી કુમારે તેમાં પ્રવેશ કર્યો. સુંદર સરોવરમાં મોતીઓની શ્રેણીઓની જેમ કમળો હતા અને ચારેકોર ભમરાઓ ગુંજારવ કમળ પર કરી રહ્યા હતા. ક્ષીર સમુદ્રના નાના બાંધવ સરખું સરોવર જોયું.
ઘણા તાપથી આકુલ વ્યાકુલ થયેલા મનુષ્ય તરત પાણી પીવું ન જોઈએ. તેમાં મુસાફરોએ તો ન જ પીવું જોઈએ. વળી હાથ, પગ અને મુખ પણ ધોવું ન જોઈએ. વળી શરીરે સ્નાન કરવું ન જોઈએ.
- કુમારે ઘડી બે ઘડી વિસામો લઈને સ્નાન કર્યું. ત્યારપછી પાણી પીધું. ત્યાંથી આગળ જતાં સુંદર મઝાની લતાકુંજ જોઈ. લતામંડપમાં સુંદર યક્ષનું મંદિર હતું. કુમાર યક્ષના મંદિરનું બહુમાન જાળવી મંદિરમાં ગયો. ત્યાં તો યક્ષની મૂર્તિ જોતાં જ દિમૂઢ થઈ ગયો. યક્ષના માથે સફેદ સ્ફટિકમય મોતીની અરિહંત પરમાત્માની પ્રતિમા જોઈ. પરમાત્માના દર્શન થતાં જ ભાવવિભોર બન્યો. તરત કુમારે પાણીથી પ્રક્ષાલ કરી, કમળ પુષ્પો વડે ઘણા ભાવથી પુષ્પપૂજા કરી. પરમાત્માની ઉત્કૃષ્ટપણે દ્રવ્યથી પૂજા કરી. પછી ભાવપૂજારૂપ
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૧.૮