________________
-: દુહા :
ભાવાર્થ :
કાંતિપુરના રાજા વિમલસેન અને ચંદ્રકુમાર બંને સાથેની મિત્રતા વધતી જાય છે. જયાં જાય ત્યાં સાથે જ બંને જાય. બંને વચ્ચે જ્ઞાનગોષ્ઠી પણ અવાર નવાર થતી હતી.
એકદા રાજકચેરીમાં બંને સાથે બેઠા છે. કચેરીનાં કામ પૂરાં થયાં. તેવામાં રાજાએ કુમારને પૂછયું - હે મિત્ર! ચંદ્રકુમાર ! અવનવી વિદ્યા રૂપી રનનો ભંડાર આપની પાસે ઘણો ભર્યો છે. વળી દેશ-વિદેશ પણ આપે ઘણા જોયા. હેનરોત્તમ! તમે સાંભળો ! આપના વિદ્યા બળે મને કહેશો? મારા મામા સુભગાપુરના રાજા (સુભગા નગરી છે. તેનો રાજા) નામે ચિત્રસેન છે. તે મામાની બે કન્યા, અપ્સરા સરખી, જેમનું નામ રત્ન અને ભૂષણ છે. તે યૌવનવયમાં આવી છે. તે અરસામાં તે નગરની બહાર ઉદ્યાનમાં એક ગુરુ બે શિષ્ય. એમ ત્રણ યોગી આવીને વસ્યા.
આ ત્રણેય યોગી ધૂર્તશિરોમણી હતા. તેની ઉપર મારા મામાએ વિશ્વાસ કીધો. નીતિકારો કહે છે કે જગતમાં વેશ્યા, ચોર, અગ્નિ, પાણી, ધૂતારો, ઠાકર, સોનાર, માંકડા, વાંદરા, બ્રાહ્મણ અને બિલાડો, આટલા કયારેય આપણા થતાં નથી. આ વાત જાણવા છતાં મામા વિશ્વાસમાં રહ્યા. અને તે ત્રણ ધૂર્ત યોગી મામાની બે કન્યા અને ત્રીજી એક સ્ત્રી એમ ત્રણેને લઈને ભાગી ગયા.
ચિત્રસેન મામાએ ગામોગામ ને નગરો નગર ઘણી જ તપાસ કરવા છતાં પણ તેઓની કયાંયે ભાળ ન મળી?
હે પંડિત વિદ્યાધર ! પરદેશી ! આપના વિદ્યાબળથી કહો કે તે કન્યા કયાં રહેલી છે ? તે જાણવાથી અમે તે બંને કન્યાને ઘરે લઈ આવીએ. અમારો સંદેહ પણ ટળી જાય.
કુમાર - હે રાજન! તે કન્યાનું અપહરણ અમે કર્યું છે. અને તે બંને કન્યાના વરની ચિંતા અમે દૂર કરી દીધી છે. તે કન્યાઓ બે યુવાન બંધુ સાથે પરણી ગઈ છે.
રાજા - હે ક્ષત્રીય નરવર ! આપનો આ ધર્મ નથી. પરનારી - પરધનનું અપહરણ કરવું તે આપનો આચાર નથી.
કુમાર - રાજનું! કુંવારી કન્યાને હજાર પતિ હોય છે. જુઓ તમે. જંબુવતી - રફમણીને કૃષ્ણ મહારાજા ક્ષત્રિય હતા ને અપહરણ કરી લાવ્યા હતા. હે રાજન્ - સાંભળો ! તમારા મામાએ તો બીજાની પરણેલી સ્ત્રીનું અપહરણ કર્યુ હતું. અને તે કારણે તેની આબરૂ ગઈ. આ તમારા મામા શઠ અને લુચ્ચા બન્યા. તો મેં પણ તેમની સામે શઠ બની શકતા ધરી હતી. તે ઉપર સાંભળો એક વાત કહું.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાત)
110