________________
સાર્થમાં રહેલો લોકો ભયભીત થઈ ગયા હતા તે પણ નિર્ભય થયા. બાકી રહેલી રાત્રિ સૌએ શાંતિથી પસાર કરી.
સવાર થતાં સાર્થવાહ સાથે કુમારે પલ્લીપતિને સાથે લઈ આગળ પ્રયાણ કર્યું. જયારે બીજા ભીલ્લોને જે પંખીઓએ ચાંચમાં લીધા હતા તે સઘળાએ ભીલ્લોને પંખીઓએ પર્વતની દશે દિશામાં ઝાડઝાંખરામાં નાખી દીધા. સવાર થતાં પોતાની આવી દશામાંથી ઝાડઝાંખરમાંથી બહાર નીકળ્યા, સવારમાં ઉડતા પંખીઓને જોતાં જ ભય પામતા હતા. પોતાના અંગોપાંગ તૂટયા જોઈને દુઃખી થવા લાગ્યા. દુઃખી થતાં પોતાની પલ્લી (ઝૂંપડી) એ પહોંચ્યા.
વાટે ચાલતાં ત્રીજે દિવસે કુમાર સાર્થવાહ સાથે અને ભીમસેન પલ્લીપતિને લઈને કાંતિપુર નગર બહાર વનમાં આવીને ઊતર્યા. કુમારના પરાક્રમની વાત સાંભળીને આનંદ પામેલા કાંતિપુર નગરના રાજા વિમલસેને જાણ્યું, કે મહા ઉલ્લંઠ લૂંટારા રૂપ જે ભીમસેન, તેને લઈને ચંદ્રકુમાર નગર બહાર વન ઉદ્યાનમાં આવ્યા છે. તેથી તરત જ કુમાર પાસે આવ્યો. મુકતાફળથી કુમારને વધાવીને કહેવા લાગ્યો - હે બાંધવ ! આપે મહા આશ્ચર્ય કાર્ય કર્યુ છે. પૂર્વના ઘણા પુણ્યબળે આ કાર્ય કર્યુ. સાથે સાથે અઢળક પુણ્ય પણ ઉપાર્જન કર્યું. જે આપના આ કાર્ય થકી અમ જેવા ઘણા બધા જનનો ઉપકાર કર્યો. આ માર્ગે જતાં આવતાં લોકોને ઉપદ્રવ કરતા હોવાથી રસ્તો બંધ થઈ ગયો હતો. હે કુમાર ! તમારા થકી હવે આ રસ્તો વટેમાર્ગુ માટે ખુલ્લો થયો. તેથી કરીને આપનો ઉપકાર ઘણો છે.
ત્યારપછી કુમારને ઘણા આદરપૂર્વક ઘોડા ઉપર બેસાડી પોતાના નગરમાં લઈ આવ્યો. કુમારની સાથે સાર્થવાહ અને ભીમસેન પલ્લીપતિ પણ આવ્યા. ઘણા ઉત્સવપૂર્વક કુમારને સામૈયા થકી રાજદરબારે લાવ્યા. આનંદ અને સ્નેહથી રાજા કુમારને પોતાના આવાસે રાખે છે.
એક દિન પલ્લીપતિને કુમાર કહે છે કે હે ભીમસેન મહારથી ! તમારે જીવવાની આશા હોય તો લૂંટ કરવાનો ધંધો છોડી ઘો. આજથી સોગંધ આપો કે કયારેય કોઈને લૂંટીશ નહિ. આ પ્રમાણે પાકી વાતના સોગંધ લ્યો. તો તમને છોડી દઉ.
ભીમસેનને તો મનમાં કુમારની ઉપર બહુમાન પ્રીતિ થઈ હતી. કુમારની વાત સાંભળી તરત જ પોતે કબૂલાત કરી. હે પરમ ઉપકારી ! હે પરદેશી ! હું સોગંધ લઉ છું કયારેય ચોરી કરીશ નહિ, લૂંટીશ નહિ. પલ્લીપતિની વાત સાંભળી કુમારે છોડી દીધો. તે પોતાના ઘરે ચાલ્યો ગયો. સાર્થવાહ વસુદત્તે પણ કુમાર પાસે જવાની રજા માંગી. કુમારે રજા આપી. પોતાના સાર્થ સાથે સાર્થવાહે ત્યાંથી પ્રયાણ કર્યું.
નગરનો રાજા કુમારની અંતરંગ ભકિત કરે છે. બંને ઘણા દિન સાથે રહેતાં સ્નેહમાં પણ ઘણો વધારો થયો. આ પ્રમાણે કુમારનો મેળો થતાં નવનવા ભોજન કરતાં, ચંદ્રશેખરના રાસની બીજા ખંડે છટ્ટી ઢાળ પૂર્ણ થઈ.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૧૦૮