________________
ભીલ્લ સાથે યુદ્ધ
-: ઢાળ-૬ :
ભાવાર્થ :
સાર્થવાહ વસુદત્તની સાથે કુમાર તેના પાલમાં રહ્યા. અવનવી વાતો કરે છે. દિનભર ચાલતાં લોકો થાકેલા પોતપોતાના પડાવમાં પોઢી ગયા. તે વખતે શેઠના સુભટો ચારેકોર ચોકી ભરતા સાર્થવાહના કાફલાનું રક્ષણ કરતા ફરી રહ્યા હતા.
મધરાત થતાં થતાં તો ગિરિવરની ટોચે વાનરોની જેમ કિકિયારી કરતાં ભીલોના ટોળે ટોળાં ઊતરી આવ્યાં. પોતાની પાસે રહેલા તીર કામઠાંથી બાણનો વરસાદ વરસાવવા લાગ્યા. રાત્રિનો અંધકાર તેમાં કાળા ભીલોનો સમૂહ પર્વતની ચારે દિશાથી આ કાફલા ઉપર હુમલો કરવા આવી ગયા. જેમ ઘોર અંધકારમાં ઘુવડ ઘુઘવાટા કરે તે રીતે ઘુઘવાટા કરતા ભીલો દોડી આવતા હતા. કાયરો તો આ જોતાં જ કંપવા લાગ્યા.
અણધાર્યા આવી પડેલા લૂંટારાઓને ભગાડવા, શેઠના બળવાન સુભટો તેમની સામે થયા. તેની સામે ઝઝૂમવા લાગ્યા.
કાળા ભીલ - કાળી રાત - બાવળ અને બોરડીની જાતની જેમ બધુ એક મેક ભાસતું હતું. પલ્લીપતિ ભીમસેન પણ તે વખતે ઘણા બધા ભીલ્લોને સાથે લઈ આવ્યો.
ભીલ્લોના હાથમાં સળગતી મશાલો હતી. તેથી તેઓ શેઠના સુભટોને હંફાવવા લાગ્યા. સુભટો પાછા હઠવા લાગ્યા. બિચારા સુભટ પણ હારવા લાગ્યા. કાળા ભીલ્લો કાળી રાત, હલ્લો જબરો કરતાં સુભટો હારી ગયા. ભીલોને હુંકાર કર્યો. તે સાથે જ પલ્લીપતિ અને પલ્લીઓ બધા એકી સાથે જ સાર્થના કાફલાને લૂંટવા લાગ્યા.
પોતાના સાર્થને હારતો જોઈ શેઠ ચંદ્રશેખરને કહેવા લાગ્યો. વાત સાંભળતાં જ કુમાર રણસંગ્રામમાં ભીલની સામે જ લડાઈ માટે ઊતર્યો. કુમારને સામે લડવા આવતો જોઈની ભીમસેન પલ્લીપતિએ કુમારની સામે જ બાણોનો વરસાદ ચાલુ કર્યો. ચાલાક કુમારે વિદ્યાબળથી નાગપાશ બાણનું સંધાણ કરતાં જ ભીમસેન પલ્લીપતિ નાગના બંધનથી બંધાઈ ગયો. વળી કુમારે બહુરૂપિણી વિદ્યાને સંભારીને એક લાખ જેટલા ધોળા તેતરો વિકુવર્યા. સારાયે તેતરો આકાશમાંથી ઉડતા નીચે આવતા ગયા ને પોતાની ચાંચમાં એક એક ભીલ્લને ઉપાડતા ગયા.
જોતજોતામાં ભૂતળે એક પણ પલ્લીનો ભીલ રહા નહિ, આ જોઈને વસુદત્ત સાર્થપતિ હરખાયો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
6 ચંપા શો વાઈ
100